મુખ્ય સમાચાર
News of Sunday, 9th August 2020

ચીનાઓની ભયાનક નાલાયેકી: હજારો બનાવટી ડ્રાઇવર લાઇસન્સ અમેરિકામાં ઘુસાડયા

અમેરિકાના શિકાગો એરપોર્ટ ઉપરથી ચીનથી આવી રહેલ વીસ હજાર જેટલા બનાવટી અમેરિકી ડ્રાઈવીંગ લાઇસન્સનું શિપમેન્ટ જપ્ત કરવામાં આવ્યુ છે. ચીનાઓએ હજારો આવા ડ્રાઇવિંગ લાઇસન્સ અમેરિકામાં ઘુસાડી દીધાં હોવાનું મનાય છે. મોટો ખળભળાટ સર્જાયો છે.

આતંકવાદ સહિતના અનેક ગુનાઓ કરવા માટે આવા લાયસન્સનો ઉપયોગ થાય છે.  અધિકારીઓ કહે છે કે યુવા, પુખ્ત વયના લોકો જેમની પાસે વ્યક્તિગત માહિતી બરાબર નથી, તેઓ આ લાયસન્સનો દુરુપયોગ કરે છે.

(1:47 pm IST)