મુખ્ય સમાચાર
News of Sunday, 9th August 2020

અયોધ્યામાં બનનાર મસ્જીદને બાબરી મસ્જીદ નામાભિધાન નહી કરાય

મસ્જીદ નિર્માણ સમયે શિલાન્યાસ જેવા કાર્યક્રમોની ઇસ્લામોમાં પરવાનગી નથી : હોસ્પિટલ નિર્માણના ખાતમુહૂર્ત પ્રસંગે યોગી આદિત્યનાથને નિમંત્રણ અપાશે

અયોધ્યા : સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડએ સ્પષ્ટ કર્યું છે કે અયોધ્યામાં ફાળવવામાં આવેલી જમીન પર બનાવવામાં આવનાર મસ્જિદને બાબરી મસ્જિદ નામ નહિ આપવામાં આવે.

ઈન્ડો ઇસ્લામિક ક્લચર ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રવક્તાએ જણાવ્યું છે કે મસ્જિદ નિર્માણમાં શિલાન્યાસ જેવા કાર્યક્રમની ઇસ્લામમાં પરવાનગી નથી. માત્ર પાયા ખોદીને મસ્જિદ નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવે છે. પરંતુ, આ જમીન પર જયારે હોસ્પિટલ કે ટ્રસ્ટ ભવન માટે પાયા ખોદવામાં આવશે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રણ આપવામાં આવશે.

અયોધ્યામાં બનનારી મસ્જિદનું નામ બાબરી મસ્જિદ આપવામાં નહીં આવે. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડએ જણાવ્યું છે કે અયોધ્યામાં બનનારી મસ્જિદને બાબરી મસ્જિદનું નામ આપવામાં નહીં આવે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં આ ચર્ચા ચાલી રહી છે કે અયોધ્યા પાસે રૌનાહીના ધન્નીપૂર ગામમાં બનનારી મસ્જિદનું નામ બાબર પર હશે. જેને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે અફવા ગણાવી છે.

તો બીજી તરફ ઈન્ડો ઇસ્લામિક ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રવક્તાએ જણાવ્યું જે મસ્જિદ નિર્માણના શિલાન્યાસ કાર્યક્રમની ઇસ્લામમાં પરવાનગી નથી. ફક્ત પાયો ખોદી મસ્જિદ બનાવાની શરૂઆત કરવામાં આવે છે. જો કે, આ જમીન પર હોસ્પિટલ કે ટ્રસ્ટ ભવનનો પાયો ખોદશે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રણ આપવામાં આવશે. જો કે અગાઉ સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મસ્જિદના શિલાન્યાસ કાર્યક્રમમાં તેમને ના કોઈ બોલાવશે કે ના તે જશે.

(12:53 pm IST)