મુખ્ય સમાચાર
News of Sunday, 9th August 2020

જમ્મુ કાશ્મીરના બડગામમાં ભાજપના જિલ્લા અધ્યક્ષ અબ્દુલ હમીદ પર ફાયરીંગ : અજાણ્યા બંદુરધારીઓનું કૃત્ય

જિલ્લા અધ્યક્ષને મહારાજાસિંહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

જમ્મૂ કાશ્મીરના બડગામમાં રવિવારે સવારે વધુ એક ભાજપના નેતાને ગોળી મારી દેવામાં આવી છે. અબ્દુલ હમીદ નામના ભાજપના જિલ્લા અધ્યક્ષને ઘાયલ અવસ્થામાં મહારાજા હરી સિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યાનુસાર અબ્દુલ હમીદ સવારે વોક પર નીકળ્યા હતા તે સમયે અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ફાયરિંગ કર્યું હતું. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

38 વર્ષીય અબ્દુલ હમીદ ભાજપ તરફથી જિલ્લા અધ્યક્ષ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 દિવસમાં ભાજપ કાર્યકર્તાઓ પર જમ્મુ કાશ્મીરમાં થયેલો આ ત્રીજો હુમલો છે. આ પહેલા દક્ષિણી કાશ્મીરના કાઝીકુંડ વિસ્તારમાં સરપંચની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

(12:52 pm IST)