મુખ્ય સમાચાર
News of Sunday, 9th August 2020

ડોનાલ્ડ ટ્રમ્પને પ્રેસિડન્ટ તરીકે વિજયી બનાવવા રશિયા પ્રયત્ન કરી રહ્યું છે : ચીન તેને હરાવવા આતુર છે : અમેરિકાની પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રશિયા અને ચીનનો હસ્તક્ષેપ હોવાના અહેવાલો

વોશિંગટન : અમેરિકાના ગુપ્તચર તંત્રના અહેવાલો મુજબ રશિયા પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રશિયા હસ્તક્ષેપ કરી રહ્યું છે.તથા ડોનાલ્ડ ટ્રમ્પને પ્રેસિડન્ટ તરીકે વિજયી બનાવવા  પ્રયત્ન કરી રહ્યું છે તેમજ તે માટે જુદી જુદી ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યું છે. એટલું જ નહીં તેમના હરીફ ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને બદનામ કરી રહ્યું છે.
અહેવાલમાં જણાવાયા મુજબ  ટ્રમ્પને હરાવવા માટે ચીન આતુર છે.
પ્રેડીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ  ડેમોક્રેટ પાર્ટી ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે જો ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર  બિડન ચૂંટણીમાં વિજેતા થશે તો ચાઈના અમેરિકા ઉપર કબ્જો જમાવી લેશે.
તેમણે ઉમેર્યું હતું કે અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રશિયા ,ચાઈના અને ઈરાન હસ્તક્ષેપ કરી શકે છે.

(8:05 pm IST)