મુખ્ય સમાચાર
News of Thursday, 9th August 2018

દાઉદનો ખાસ મુન્ના ઝિંગાડાને લવાશે ભારત : થાઇલેન્ડ પાક.ને આપ્યો ઝટકો

ભારતની કુનેહ કામ કરી ગઇ : થાઇલેન્ડની કોર્ટમાં વિજય :ડીએનએ, ફિંગર પ્રિન્ટ્સના આધારે જીત્યો કેસ

મુંબઇ તા. ૯ : કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહિમનો નજીકનો સાગરીત મુનાઅ ઝિંગાડાને બેંગકોકની એક અદાલતે ભારતીય નાગરિક જાહેર કર્યો છે. માટે હવે તેને ભારત લાવવાનો માર્ગ મોકળો બન્યો છે. પાકિસ્તાની અધિકારી થાઈલેંડ સાથે પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત મુન્નાના પાકિસ્તાન પત્યાર્પણ માટે તનતોડ મહેનત કરી રહ્યાં હતાં પણ ભારતે થાઈલેન્ડની કોર્ટમાં તેને ભારતીય સાબિત કરી જ દીધો. પાકિસ્તાનના ઈરાદાઓ પર પાણી ફરી વળ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોર્ટમાં પાકિસ્તાન ઝિંગાડાના પાસપોર્ટના આધારે એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું કે, તે પાકિસ્તાની નાગરિક છે. ઝિંગાડા પાકિસ્તાની પાસપોર્ટ પર જ થાઈલેન્ડ ગયો હતો. જેમાં તેનું નામ મોહમ્મદ સલીમ જણાવવામાં આવેલું. આઠ વર્ષ સુધી ચઆ કેસ થાઈલેન્ડ પ્રસાશન સામે ચાલતો રહ્યો. જેમાં પાકિસ્તાને અનેક ગપગોળાના આધારે તનતોડ મહેનત કરી હતી. ત્યાં સુધી કે પાકિસ્તાન તરફથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ ખોટું જમા કરાવ્યું હતું.

બીજી બાજુ ભારતે પુરતા અને મજબુત પુરાવાઓ એકત્ર કરીને તેને ભારતીય નાગરિક સાબિત કરી પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે કોર્ટ સામે ભારતના દસ્તાવેજોથી એક સાબિત કરવુ શકય બન્યું. તેમણે જણાવ્યું હતું કે, ઝિંગાડાનો છોટા રાજનની હત્યાનો પ્લાન કરવો એ બાબત સાબિત કરે છે કે તે ભારતીય છે.

અધિકારીનું કહેવું છે કે, અમે ફિંગર પ્રિંટ્સના પુરાવાઓના આધારે બેંગકોકની કોર્ટમાં પાકિસ્તાનને ખેલ જ ખતમ કરી નાખ્યો. ૧૮ વર્ષ પહેલા છોટા રાજન પર હુમલો કર્યા બાદ મુન્નાની અહીંથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાંચની શંકર કાંબલે, હેમંત દેસાઈ અને સુધાકર પુજારીની ટીમ બેંગકોક ગઈ હતી. પાકિસ્તાને હવે બેંગકોકની કોર્ટમાં કહ્યું હતું કે, મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝિંગાડાના ફિંગર પ્રિંટ્સ પરાણે લઈને તેને પોતાનો નાગરિક ગણાવ્યો છે.

મુંબઈ ક્રાઈમ બ્રાંચે બેંગકોક શૂટઆઉટના ખુબ જ પહેલા કેટલાક કેસોમાં મુંબઈના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં લેવાયેલા ઝિંગાડાના ફિંગર પ્રિંટ્સ બેંગકોકની અદાલતને આપ્યાં હતાં. ઝિંગાડાના માતા-પિતાના બ્લડ સેંમ્પલના ડીએનએ રિપોર્ટ પણ બેંગકોક કોર્ટમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચના પક્ષમાં ગયા. તે ઉપરાંત તેના સ્કૂલ, રાશન અને વોટિંગ કાર્ડની પણ મદદ લેવામાં આવી. ત્યાં સુધી કે તેના પરિવારના ડીએનએ સેમ્પલ પણ જમા કરાવવામાં આવ્યાં. જેને કોર્ટે માન્ય રાખ્યા હતાં.

મુન્ના ઝિંગાડાનું સાચુ નામ મુઝક્કિર મુદસ્સર હુસૈન છે. તે મુંબઈના જોગેશ્વરીમાં રહે છે. તે દાઉદ ઈબ્રાહિમનો નજીકનો છે.(૨૧.૨૯)

(3:48 pm IST)