સસ્તી ટિકિટની સાથે કેશબેકની ઓફર પણ મળી રહી છે
IndiGoમાં સાવ મફતના ભાવે વિમાનમાં કરો મુસાફરી
મુંબઇ તા. ૯ : મોનસૂન સીઝનમાં વિમાનની મુસાફરી પર સતત ઓફર્સનો વરસાદ થઇ રહ્યો છે. ઇન્ડિગો એરલાઇન્સ પણ આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર આપી રહ્યું છે. સ્થાનિક ઉડાનો પર ઇન્ડિગોએ સસ્તી ટિકિટની ઓફર નીકાળી છે. આ ઓફરનો લાભ ઓગસ્ટથી ઓકટોબરની વચ્ચે લઇ શકાય છે. એરલાઇનની સાથે ૯૮૧ રૂપિયામાં વિમાનની મુસાફરી કરી શકાય છે. ઇન્ડિગોની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે ટ્રાવેલ પીરિયડ ૧૨ ઓગસ્ટથી ૮ ઓકટોબર સુધી હશે. જો કે ઓફર કેટલીક લિમિટેડ સીટો માટે નીકળી છે.
ઇન્ડિગોએ ડોમેસ્ટિક રૂટ્સ માટે જ ઓફર કાઢી છે. તેમાં જમ્મુ-શ્રીનગરની ટિકિટ સૌથી સસ્તી છે. તેના માટે માત્ર ૯૮૧ રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય ગોવા-અમદાવાદ માટે ૧૦૯૯ રૂપિયા ચૂકવવા પડશે. દિલ્હી-ગોવાની ફલાઇટ ૩૭૧૮ રૂપિયાની છે. દિલ્હી-લખનઉ માટે ૧૩૭૪ રૂપિયા ચૂકવવા પડશે. પટના-કોલકત્તા માટે ૧૦૯૯ રૂપિયા ચૂકવવા પડશે.
આ રૂટ્સ પર પણ ફાયદો
રાંચી-બેંગલુરૂ ૧,૦૯૯ રૂપિયા
દિલ્હી-મુંબઇ ૨,૨૭૨ રૂપિયા
દિલ્હી-પટના ૨,૦૯૯ રૂપિયા
દિલ્હી-પૂણે ૨,૮૩૨ રૂપિયા
દિલ્હી – શ્રીનગર ૨,૧૦૧ રૂપિયા
મુંબઇ – બેંગલુરૂ ૧,૭૪૮ રૂપિયા
મુંબઇ-દિલ્હી ૨,૨૫૫ રૂપિયા
સસ્તી ટિકિટની સાથે કેશબેકની ઓફર પણ મળી રહી છે. જો પેસેન્જર એરટેલ પેમેન્ટ બેન્ક અને મોબિકિવક ઇ-વોલેટથી ટિકિટનું પેમેન્ટ કરે છે તો તેમને કેશબેકની પણ ઓફર મળશે. આ સિવાય પેમેંટથી ઓછામાં ઓછું ટિકિટ બુકિંગ ૨૫૦૦ રૂપિયાનું કરવા પર ૧૦ ટકા એટલે કે ૫૦૦ રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે.
આ ઓફર આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી બુકિંગ કરવા પર જ આ છૂટનો લાભ મળી શકે છે. ત્યારબાદ પ્રાઇસ ફરીથી રિવાઇઝ થઇ જશે. જો તમે પણ સસ્તામાં મુસાફરીનો ફાયદો ઉઠાવા માંગો છો તો આવતીકાલે તમારી ટિકિટ બુક કરાવી લો.(૨૧.૧૯)