મુખ્ય સમાચાર
News of Thursday, 9th August 2018

રાજકીય સન્માન સાથે કરુણાનિધિને અંતિમ વિદાય :લાખોની સંખ્યામાં સમર્થકો મરિના બીચ સુધી જોડાયા

અંતિમ સંસ્કારમાં પરિવારના સભ્યો તેમજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડૂ ,TMCના સાંસદ ડેરેક ઓ બ્રાયન સહિતના નેતાઓ હાજર રહ્યા

ચેન્નાઇ ;ડીએમકેના સુપ્રીમો અને પાંચ વખત તામિલનાડુના મુખ્યપ્રધાન રહી ચુકેલા કરૂણાનિધીને અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા રાજાજી હોલથી મરીના બીચ સુધી નીકળેલી અંતિમ યાત્રામાં લાખોની સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. કરૂણાનિધિના અંતિમ સંસ્કારમાં તેમના પરિવારના સભ્યો ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડૂ અને TMCના સાંસદ ડેરેક ઓ બ્રાયન સહિતના નેતાઓ હાજર રહ્યા.

  કરૂણાનિધીને મરીના બીચ ખાતે અંતિમ વિદાય આપવામાં આવી છે.  કરુણાનિધિના અંતિમ સંસ્કાર ચેન્નઈના પ્રસિદ્ધ મરીના બીચ ખાતે જ કરવામાં આવ્યા. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જન સૈલાબ ઉમટી પડ્યો હતો. કરૂણાનિધીની દફનવિધી તેમના રાજકીય ગુરૂ સીએન અન્નાદુરઇની સમાધિની પાસે જ કરવામાં આવી હતી

    અન્ના મેમોરિયલ પર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય થઇ. આ સમયે અંતિમ વિધીના સ્થાને કરૂણદ્રશ્યો જોવા મળ્યા. કરૂણાનિધીના પુત્ર સ્ટાલિન, અલાગિરી સહિત પરિવારજનોની આંખોમાં અશ્રુધારા વહી રહી હતી. કરૂણાનિધીને વિદાય આપતા સમયે સમગ્ર પરિવારભાંગી પડ્યો હતો.. અને એકબીજાને સાંત્વના આપી રહ્યો હતો. આ નિમિતે દયાનિધી મારન અને ડીએમકેના અન્ય નેતાઓ પણ હાજર હતા. કરૂણાનિધિએ મંગળવાર સાંજે કાવેરી હોસ્પિટમાં અંતિમ શ્વાસ લીધા હતા. 

(12:00 am IST)