મુખ્ય સમાચાર
News of Thursday, 9th July 2020

માસ્કમાં પણ ચાર દિવસ સુધી રહે શકે છે કોરોના

જાણો બીજી કઈ વસ્તુઓ પર છે શંકા

નવી દિલ્હી, તા.૯: કોરોના વાયરસના કિટાણુથી બચવા માટે ચહેરા પર જે માસ્ક લગાવવામાં આવે છે, તેમાં અઠવાડીયા સુધી કોરોના જીવતો રહે છે. જયારે સ્ટીલ અને પ્લાસ્ટિકમાં જો અનેક દિવસો સુધી કોરોનો જીવત રહી સંક્રમણ ફેલાવી શકે છે.

એક સંશોધનમાં આ વાત સામે આવી છે. હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, આ વાયરસ દ્યરમાં ઉપયોગમાં લેવાતા કિટાણુનાશકો, બ્લીચ અથવા સાબૂ તથા પાણીથી વારંવાર હાથ ધોવાથી મરી જાય છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે, કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની પરત પર ચાર દિવસ સુધી ચોંટી રહે છે. તથા ચહેરા પર લગાવવામાં આવતા માસ્કના બહારના ભાગની પરત પર અઠવાડીયા સુધી જીવતો રહે છે.

સંશોધન કર્તાઓએ આ તપાસવાની કોશિશ કરી છે કે, આ વાયરસ સામાન્ય તાપ પર અલગ અલગ પરતમાં કેટલી વાર સુધી જીવતો રહી શકે છે. તેમણે સંશોધનમાં જણાવ્યું છે કે, ટિશ્યૂ પેપર પર ત્રણ કલાક, જયારે લાકડા અને કપડા પર આખો દિવસ સુધી જીવતો રહે છે. કાચ પર આ વાયરસ ચાર દિવસ સુધી જીવતો રહે છે. જયારે સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિક પર ચારથી સાત દિવસ સુધી જીવતો રહે છે.

(3:50 pm IST)