મુખ્ય સમાચાર
News of Monday, 9th July 2018

મારા વિદાય કાર્યક્રમમાં મોદીનું ભાષણ પરંપરા વિરૂધ્ધ

એક વર્ષ બાદ હામિદ અંસારીએ આપી પ્રતિક્રિયા : અનેક લોકોએ મોદીના નિવેદનને સ્વીકૃત પરિસ્થિતિથી અલગ માન્યું હતું

 નવીદિલ્હી, તા.૯: એક વર્ષ પહેલા પોતાના વિદાય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા કરાયેલ ટીપ્પણીનો મુદ્દો ઉઠાવીને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ કહ્યું છે કે ઘણા લોકોએ તેમના બયાનને આવા પ્રસંગોએ સ્વીકૃત પરિસ્થિતીથી અલગ માન્યું હતું.

૧૦ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષ તરીકે હામીદ અંસારીનો છેલ્લા દિવસ હતો. પરંપરા પ્રમાણે રાજકીય પક્ષો અને સભ્યો તેમનો આભાર માને છે.

અંસારીએ કહ્યું કે વડાપ્રધાને એમાં ભાગ લીધો અને મારા વખાણ કરતી વખતે તેમણે મારા દ્રષ્ટિકોણમાં એમ ચોકકસ બાજુના જુકાવ બાબતે સંકેત આપ્યો. તેમણે મુસ્લીમ દેશોમાં મારા કાર્યકાળ અને કાર્યકાળ પુરો થયા પછી લઘુમતી બાબતોના પ્રશ્નોની ચર્ચા કરી આનો સંદર્ભ મારા ભાગે બેંગ્લોરમાં મારા  ભાષણનો હતો જેમાં મેં મુસ્લીમો અને બીજી લઘુમતીઓમાં વધેલી અસુરક્ષાની ભાવનાનો ઉલ્લેખ કર્યો હતો.

પદપરથી નિૃવત તથા પહેલા પોતાના છેલ્લા ઇન્ટરવ્યુંમાં અંસારીએ દેશમાં મુસલમાન પોતાને અસુરક્ષીત માને છે તેવો ઇશારો કર્યો હતો. અંસારીએ પોતાના નવા પુસ્તક ડેર આઇ કવેશ્ચન? રીફલેકશન ઓન કંટેમ્પરરી ચેલેંજીસમાં તરીકેના તેમના કાર્યકાળના છેલ્લા વર્ષના  તેમના લેખોનું સંકલન છે.(૨૨.૧૩)

(4:04 pm IST)