મુખ્ય સમાચાર
News of Monday, 9th July 2018

ફોર્ડ ઈન્ડિયાએ ૫૩૯૭ થી વધુ ઇકોસ્પોર્ટ પાછી મગાવી

નવી દિલ્હી તા.૯: ૨૦૧૭ના મે જૂન મહિનામાં ચેન્નઇસ્થિત પ્લાન્ટમાં બનેલી ઇકોસ્પોર્ટ એસયુવી યુનિટ્સને તાજેતરમાં ફોર્ડ ઇન્ડિયાએ પાછી મગાવી છે. કંપનીના કહેવા મુજબ આ યુનિટ્સમાં ફ્રન્ટ લોઅર આર્મ અને ડ્રાઇવર, ફ્રન્ટ પેસેન્જર સીટોના લોકસમાં કંઇક ખામી છે. આ ઉપરાંત ૨૦૧૭ના નવેમ્બર-ડિસેમ્બરમાં બનેલી કેટલીક કારોને પણ રીકોલ કરવામાં આવી છે. કુલ ૫૩૯૭ યુનિટ્સને માર્કેટમાંથી પાછા મગાવીને એમાં રહેલી ગરબડ સુધારવાનું કામ કંપનીએ હાથ ધર્યુ છે. (૧.૮)

(11:35 am IST)