મુખ્ય સમાચાર
News of Thursday, 8th June 2023

મણીપુરમાં ભાજપના મહિલા ધારાસભ્યના નિવાસસ્થાનું ઉપર આઈઈડીથી વિસ્ફોટ: દરવાજાના ફુરચા બોલી ગયા: વિસ્ફોટ સમયે ધારાસભ્ય ઘરમાં હતા

હિંસાગ્રસ્ત મણિપુરમાં આજે ગુરુવારે લગભગ ૮.૩૦ વાગ્યે ઇમ્ફાલ પશ્ચિમમાં નિંગથેમચા કરોંગ ખાતે ભાજપના મહિલા ધારાસભ્યના નિવાસસ્થાન પર અજાણ્યા લોકોએ શંકાસ્પદ IED બોમ્બ ફેંક્યો હતો.  વિસ્ફોટમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે હુમલામાં ધારાસભ્યના ઘરના ગેટના ટુકડે ટુકડા થઈ ગયા હતા.  કહેવામાં આવી રહ્યું છે કે હુમલા સમયે ધારાસભ્ય ઘરમાં હાજર હતા.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આઇઈડી બ્લાસ્ટ ધારાસભ્યના આવાસના ગેટ પર થયો હતો.  આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિના અહેવાલ નથી.  જણાવવામાં આવી રહ્યું છે કે મોટરસાઈકલ પર આવેલા બે બદમાશોએ આઈઈડી ફેંકીને હુમલો કર્યો હતો.  કેબી દેવી નૌરિયા પખાંગ લકપા સીટથી ભાજપના ધારાસભ્ય છે.  કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે ધારાસભ્ય પોતાના ઘરે હતા.

(1:01 am IST)