મુખ્ય સમાચાર
News of Saturday, 9th June 2018

ઉતર પ્રદેશના બારાબંકી જિલ્લાના ટોપરને મુખ્ય મંત્રીએ આપેલ ચેક બાઉન્સ થયો વિદ્યાર્થીને ભરવો પડ્યો દંડ

ઉતરપ્રદેશના બારાબંકી જિલ્લાના એક ટોપરને મુખ્ય મંત્રીએ આપેલ ચેક બાઉન્સ થતા વિદ્યાર્થીને દંડ ભરવો પડ્યો હતો ટોપર વિદ્યાર્થીને સીએમે એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. વિદ્યાર્થીએ પૈસા ઉપાડવા માટે ચેકને બેંકમાં જમા કરાવ્યો ત્યારે ચેક બાઉન્સ થઈ ગયો હતો. તે પછી વિદ્યાર્થીના એકાઉન્ટમાંથી દંડના રૂપમાં પૈસા પણ કપાઈ ગયા હતા. શિક્ષણ વિભાગને આની જાણકારી મળતા જ હડકંપ મચી ગયો છે. જિલ્લા વિદ્યાલય નિરીક્ષકે વિદ્યાર્થીને ફરીથી ચેક આપવાની જાહેરાત કરી છે. બારાબંકીના યંગ સ્ટ્રીમ ઈન્ટર કોલેજના વિદ્યાર્થી આલોક મિશ્રાએ હાઈસ્કૂલની પરીક્ષમાં તે પ્રદેશમાં સાતમા નંબરે રહ્યો હતો.

29 મેના દિવસે સીએમે આલોકને લખનઉમાં સન્માનિત કર્યો અને પુરસ્કાર સ્વરૂપે તેને એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. દૈનિક ભાસ્કરની રિપોર્ટ અનુસાર સીએમ દ્વારા આલોકને આપવામાં આવેલ ચેક બારાબંકીના જિલ્લા વિદ્યાલય નિરીક્ષક રાજકુમાર યાદવના હસ્તાક્ષરથી એસબીઆઈ વિભાગીય ખાતા તરફથી આપવામાં આવ્યો હતો. આ ચેકનો નંબર 974926 હતો. આલોકે લખનઉના હઝરતની દેના બેંકમાં 05 જૂને આ ચેક નાંખ્યો હતો. સાત જૂન સુધી રકમ તેના ખાતામાં આવી નહતી, ત્યાર બાદ તેને અધિકારીઓનો સંપર્ક કર્યો તો તેને કહેવામાં આવ્યું કે, ચેક બાઉન્સ થઈ ગયો છે. બેંક અધિકારીઓએ સિગ્નેચર ન મળવાને ચેક બાઉન્સ થવાનું કારણ જણાવ્યું હતું.

જિલ્લા વિદ્યાલય નિરીક્ષક અનુસાર ઈનામ મેળનાર બીજા વિદ્યાર્થીઓએ આવી રીતની ફરિયાદ કરી નથી. ચેક બાઉન્સ થવાના સમાચાર જેવા જ શાળા પ્રશાસનને આપવામાં આવી કે, ત્યાં ભૂકંપ આવી ગયો હતો. જોકે, શાળા પ્રશાસન તાબડતોડ બીજો ચેક લઈને વિદ્યાર્થીના ત્યાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીને ચેક આપતા કહ્યું કે, જિલ્લા વિદ્યાલય નિરીક્ષક તરફથી મોકલવામાં આવ્યું છે. ચેક મળ્યા બાદ વિદ્યાર્થીના પરિવારજનો સંતુષ્ટ છે. તેમને કહ્યું કે, વિભાગીય અધિકારીઓએ પહેલા સરકારી દસ્તાવેજોની તપાસ કરવી જોઈએ જેથી લોકોને પાછળથી મુશ્કેલી ના પડે.

(2:43 am IST)