મુખ્ય સમાચાર
News of Saturday, 9th June 2018

બળપુર્વક યૌન સંબંધ છુટાછેડાનો આધાર બની શકે છેઃ પંજાબ-હરીયાણા હાઇકોર્ટ

નવી દિલ્હીઃ પંજાબ અને હરીયાણા હાઇકોર્ટે કહયું છે કે બળપુર્વક યૌન સંબંધ અને અનૈતિક યૌન સંબંધ છુટાછેડાનો આધાર બની શકે છેઃ નીચલી અદાલતે આ કેસમાં સુનાવણીનો ઇન્કાર કર્યાના ૪ વર્ષ બાદ હાઇકોર્ટે ભટીંડાની મહિલાની છુટાછેડાની અરજી પર સુનાવણી કરી હતીઃ હાઇકોર્ટે કહયું છે કે પરાણે યૌન સંબંધ કે અપ્રાકૃતિક યૌન સંબંધ માટે પતિ-પત્નિને મજબુર કરાય કે જેમાં દર્દ થતું હોય તો તે સંબંધ સમાપ્ત કરવા કે છુટાછેડાનો આધારબની શકે છેઃ મહિલાએ કહયું હતું કે પતિ શારીરીક ઇચ્છા પુરી કરવા પીટતો હતો અને અકુદરતી સંબંધ પણ બાંધતો હતોઃ કોર્ટે ફેંસલામાંકહયું હતું કે મહિલાનાઆરોપો ઘણા જ ગંભીર છે. (૪.૯)

(3:49 pm IST)