મુખ્ય સમાચાર
News of Saturday, 9th June 2018

યુપીનું નનિહલ 'ચિલબિલા' ગામને દત્તક લેશે સંજયદત્ત

યોગી આદિત્યનાથે 'સંપર્ક ફોર સમર્થન 'અભિયાન હેઠળ સંજયદત્તની લીધી મુલાકાત

લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ફિલ્મસ્ટાર સંજયદત્તની મુલાકાત  સરકારી નિવાસ 5 કાલીદાસ માર્ગ પર કરી હતી ;ભાજપના સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત કરાયેલી આ મુલાકાત દરમિયાન સંજય દત્તે મુખ્યમંત્રીને જણાવ્યું કે યુપીના જૌનપુર રોસમાં સ્થિત પોતાના નનિહલ 'ચિલબિલા' ગામને દત્તક લેવા માંગે છે. સંજયની મમ્મી નરગિસ દત્તનું પૂર્વજોનું ઘર ચિલબિલામાં બતાવવામાં આવે છે.

  સંજય દત્તે એ પણ કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારની ફિલ્મ નીતિથી ખુબ પ્રભાવિત છું અને ઓક્ટોમ્બરથી અમારી બીજી ફિલ્મની શૂટિંગ અહી શરૂ કરીશું. હાલમાં લખનૌ અને આજુબાજુના વિસ્તારમાં સંજય પોતાની ફિલ્મ 'પ્રસ્થાનમ'ની શૂટિંગ કરી રહ્યો છે.

 

(12:34 pm IST)