મુખ્ય સમાચાર
News of Saturday, 9th June 2018

યુપીના ડે,સીએમ દિનેશ શર્માએ સીતા માતા અંગેના વિવાદી નિવેદન બદલ માફી માંગી

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ સીતા માતાને ટેસ્ટ ટ્યુબ બેબી હોવાના કરેલા નિવેદનની માફી માંગી લીધી છે.તેમના આ નિવેદન બાદ કોંગ્રેસ સહિત અનેક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેમજ આ નિવેદન અંગે માફી માંગવાની પણ માંગ કરી હતી. દિનેશ શર્માએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સીતા માતાનો જન્મ જમીનની અંદર એક ધડામાં થયો હતો. એનો મતલબ સાફ છે કે રામાયણ કાળમાં પણ ટેસ્ટ ટ્યુબ બેબીનો કોન્સ્પેટ હતો.

 યુપીના નાયબ સીએમએ માતા સીતાનો જન્મ ટેસ્ટ ટ્યુબથી થયો હોવાનું નિવેદન આપ્યું છે. તેમણે યુપીના મથુરામાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પત્રકારત્વ તો મહાભારત યુગથી થતી આવી છે. આજે લાઈવ ટેલીકાસ્ટ થાય છે. તે સમયમાં પણ તે હતું જેમાં મહાભારત યુદ્ધનું લાઈવ ટેલીકાસ્ટ સંજયે ધુતરાષ્ટ્રને સંભળાવ્યુ હતું.આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુગલ હમણાં શરૂ થયું છે. પરંતુ આપણું ગુગલ તો વર્ષોથી શરૂ થયું છે. જેમાં નારદમુની કોઈપણ માહિતી ત્રણ વાર નારાયણ કહીને ગમે ત્યાં પહોંચાડી દેતા હતા

 

(12:10 pm IST)