મુખ્ય સમાચાર
News of Saturday, 9th June 2018

મધ્યપ્રદેશમાં 60 લાખ નકલી મતદારો હોવાનો કોંગ્રેસનો આરોપ ખોટો :ચૂંટણી પંચે તપાસ બાદ દાવો ખોટો ઠેરવ્યો

કોંગ્રેસ પક્ષના મધ્યપ્રદેશમાં 60 લાખ નકલી મતદારોનો દાવો ચૂંટણી આયોગે ખોટો ઠેરવ્યો છે. હાલમાં જ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી કે મધ્યપ્રદેશમાં મતદાર યાદીમાં ભારે માત્રામાં ગરબડ થઈ રહી છે. જે બાદ ચૂંટણી આયોગે તપાસ કરી અને આ દાવાને ખોટો ઠેરવ્યો. ચૂંટણી આયોગે શુક્રવારે સાંજે કોંગ્રેસ પક્ષને તપાસનો અહેવાલ સોંપ્યો છે.

ચૂંટણીપંચ તરફથી ગઈ કાલે કોંગ્રેસેને મોકલવામાં આવેલા તપાસ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ફરિયાદના આધારે રચવામાં આવેલી ટીમોએ રાજ્યના નરેલા, હોશંગાબાદ, ભોજપુર અને સિઓની માલવા એમ ચાર વિધાનસભા મતવિસ્તારમાં મતદારોની યાદીનું નિરીક્ષણ કર્યું હતું.

જેમાં કોંગ્રેસ તરફથી જે પ્રકારની ફરિયાદો કરવામાં આ‍વી હતી તેવી કોઈ ગરબડ કે ગેરરી‌િત નહિ જણાતાં ચૂંટણીપંચે આખરે રાજયના ચાર મતવિસ્તારમાં ૬૦ લાખ જેટલા બોગસ મતદાર ઓળખપત્રો અપાયા હોવાની ફરિયાદ કરવામા આવી હતી તે ખોટી હોવાનું જણાવ્યું હતું.

 

(12:04 pm IST)