મુખ્ય સમાચાર
News of Saturday, 9th June 2018

મોદીનાં ગુરૂનો દાવો : ચૂંટણી પહેલાં રામમંદિર અંગે ઐતિહાસિક ફેંસલોઃ નિર્માણનો માર્ગ થશે મોકળો

મોદીને સ્વામી વિવેકાનંદનું સ્વરૂપ ગણાવ્યા

ઝાંસી તા.૯: વડાપ્રધાન મોદીના આધ્યાત્મિક ગુરૂ પંડિત પુલકિત મિશ્રાએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિર સંબંધી ચુકાદો આવી જશે અને મંદિર નિર્માણનો રસ્તો સાફ થશે. તેઓ અહીંમા પીતામ્બરાના દર્શન કરવા આવ્યા હતા ત્યારે સિંચાઇ વિભાગની હોસ્ટેલમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહયું હતું. તેમણે મોદીને સ્વામી વિવેકાનંદ નું સ્વરૂપ કહયું હતું.

તેમણુ કહયું કે મોદીની મહેનતથી આજે આખી દુનિયામાં ભારતને માન મળી રહયું છે તેમણે કહયું કે ૨૦૧૯માં ભાજપા જ સતા પર આવશે અને મોદી જ વડાપ્રધાન બનશે.

૨૦૦૬ માં ગુજરાતમાં તેમની મુલાકાત મોદી સાથે થઇ હતી. બે દિવસ  તેઓ મીદી સાથે રહયા હતા જે દરમિયાન તેમણે મોદીને અગીયાર રસ બાબતની જાણકારી આપી ત્યાર પછી તેઓ મોદીના આધ્યાત્મિક ગુરૂ બની ગયા. તેઓ કથ્થક નૃત્ય કરે છે પંડિત બીરજુ મહારાજ તેમના ગુરૂ છે. એક સવાલના જવાબમાં તેમણે કહયું કે જે સંસદસભ્યો પોતાના વિસ્તારમાં કામ નથી કરતા તેમને ભાજપા લોકસભાની ચૂંટણીમાં ટીકીટ નહીં આપેે પેટા ચૂંટણીમાં ભાજપની હાર બાબત તેમણે કહયું કે આ હારને લોકસભાની ચૂંટણી સાથે ન જોડી શકાય.

(3:31 pm IST)