મુખ્ય સમાચાર
News of Sunday, 9th May 2021

ટીએમસીના ચાર નેતાઓ વિરુદ્ધ સીબીઆઈ કેસ ચલાવવા રાજ્યપાલની મંજૂરી: સોમવારે મંત્રીપદના લેવાના છે શપથ

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર બનતા જ મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે વિવાદ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર બનતા જ મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે વિવાદ થઈ ગયો છે. રાજ્યપાલ જગદીપ ધનખડે ટીએમસીના ચાર નેતાઓ વિરુદ્ધ સીબીઆઈ કેસ ચલાવવાની મંજૂરી આપી છે. ખાસ વાત છે કે આ ચારેય નેતા કાલ એટલે કે સોમવારે મંત્રી પદના શપથ લેવાના છે. જે ચાર નેતાઓ વિરુદ્ધ રાજ્યપાલે સીબીઆઈ કેસ ચલાવવાની મંજૂરી આપી છે તેમાં ફિરહાદ હાકિમ, સુબ્રત મુખર્જી, મદન મિત્રા અને શોભન ચેટર્જીનું નામ સામેલ છે.

પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક વર્ષોથી શારદા સ્કેમ અને નારદા સ્કેમ સતત ચાલી રહ્યાં છે. આ મામલાની સીબીઆઈ પણ તપાસ કરી રહી છે. અલગ-અલગ નેતાઓના નામ આ કેસમાં સામે આવ્યા છે. આ નેતાઓ વિરુદ્ધ કેસ આગળ વધારવામાં આવશે, તેને લઈને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે.

(9:35 pm IST)