મુખ્ય સમાચાર
News of Sunday, 9th May 2021

કાબુલમાં ભયાનક ત્રાસવાદી હુમલો: ગર્લ્સ સ્કુલ પાસે જ એક પછી એક ૩ બોમ્બ બ્લાસ્ટમાં ૫૫ મોત, ૧૫૦ ઘાયલ: ઘાયલ અને મૃત્યુ થયેલમાં છોકરીઓની મોટી સંખ્યા

અફઘાન પાટનગર દિલ્હીમાં થયેલા  આ આતંકવાદી હુમલામાં તાલિબાનનો હાથ હોવાનો રાષ્ટ્રપતિનો દાવો. તાલિબાનનો ઈન્કાર:  રોકેટ પણ છોડાયેલ ?  ૨૦ વર્ષના યુદ્ધ પછી અમેરિકાએ લશ્કર પાછું ખેંચી લેવા જાહેરાત કર્યા પછી તાલિબાનોના હુમલામાં મોટો વધારો આવ્યો છે·  
શનિવારે ઘટના સમયે શાળા છૂટી હતી. ત્યાર બાદ છોકરીઓ શાળામાંથી બહાર નીકળી રહી હતી. ત્યારે એક પછી એક ત્રણ બોમ્બ બ્લાસ્ટમાં ૫૫ લોકોના મોત થયા હતા.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના પશ્ચિમ વિસ્તારમાં એક પછી એક ત્રણ બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધવાનો ભય છે . ઈજા પામેલા દોઢસોમાંથી મોટા ભાગના ગંભીર છે. હજી સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. અહીં, તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે આ હુમલામાં તાલિબાનનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે અને આ ઘટનાની નિંદા કરી હતી.
મળતી માહિતી મુજબ, ઘટના સમયે શાળા છૂટી હતી. ત્યાર બાદ છોકરીઓ શાળામાંથી બહાર નીકળી રહી હતી. શાળાના એક શિક્ષકે દાવો કર્યો હતો કે પહેલા એક કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. પછી વધુ બે બોમ્બ બ્લાસ્ટ થયા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ રોકેટ દ્વારા કરવામાં આવેલો હુમલો છે.
આ યુદ્ધમાં અમેરિકાએ ૨૪૦૦ સૈનિકો ગુમાવ્યા હતા. હવે દેશની સુરક્ષા અફઘાન દળો પાસે છે. આવી સ્થિતીમાં દેશમાં સ્થિતિ વધુ વણસવાનો ભય ફરી સતાવવા લાગ્યો છે. લોકો ફરી તાલિબાનના શાસનના દિવસોમાં પરત ફરવાની આશંકાથી ભયભીત છે.
શિક્ષણ મંત્રાલયના પ્રવક્તા નજીબા એરિયને જણાવ્યું હતું કે સૈયદ ઉલ શુહાદા હાઇસ્કૂલમાં ત્રણ પાળીમાં અભ્યાસ ચાલે છે. બીજી પાળી છોકરીઓ માટે લાગે છે.

(5:00 pm IST)