મુખ્ય સમાચાર
News of Sunday, 9th May 2021

અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં ખુલ્લો ગોળીબાર અને આગ લગાડવાની ઘટનામાં ૪ના મોત: એક ઘવાયો


વુડલોન: અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં બાલ્ટીમોર પરગણામાં ગોળીબાર અને આગની ઘટનામાં ચારના મોત થયા અને એક ઘવાયો છે. પોલીસે જણાવ્યું કે ગોળીબાર કરનાર શકમંદને પોલીસે ફૂંકી મારેલ છે.  શા કારણે આ ગોળીબાર થયો તે જાણવા મળતું નથી. આ વિસ્તારમાં ભયાનક આગમાં બે મકાનો સળગી ગયા છે. આ શંકાસ્પદ વ્યક્તિ અહીં પડોશીઓ સાથે ઝઘડો કરતો નજરે પડ્યો હતો.

(12:04 pm IST)