મુખ્ય સમાચાર
News of Sunday, 9th May 2021

દેશમાં કોરોના શાંત થતો નથી, સતત ચાર લાખનો આંકડો પકડી રાખ્યો, મૃત્યુઆંક પણ સતત ચાર હજાર ઉપર: વિશ્વના અન્ય દેશોમાં કોરોના હળવો પડવા લાગ્યો

નવી દિલ્હી : આજે પણ સતત ચાર લાખ ઉપર (૪,૦૩,૭૩૮) કોરોના કેસ ભારતમા નોંધાયા, ૪૦૮૨ નવા મોત: બ્રાઝિલમાં અને યુએસએમાં કેસોની સંખ્યા ઘટીને ૬૩ હજાર અને ૩૫ હજાર આસપાસ થઈ: અમેરિકામાં ૧૨ જુલાઈ સુધીમાં ૬૫ ટકા લોકોને કોરોના સામેની વેકસીન અપાઈ જશે, અમેરિકામાં ૭૨૦ નવા મોત અને ૯૨૯૦ લોકો આઈસીયુમાં છે, હોસ્પિટલમાં ૩૫ હજારથી વધુ, પોઝિટિવિટી રેટ ૨.૬ ટકા: ફ્રાન્સમાં ૨૦ હજાર: જર્મનીમાં ૧૫ હજાર: ઇટલીમાં ૧૦ હજાર: રશિયામાં ૮ હજાર: કેનેડા અને જાપાનમાં ૬ હજાર: ઇંગ્લેન્ડમાં ૨૦૪૭, યુએઈ ૧૭૩૫: સાઉદી અરેબિયામાં ૧ હજાર, ઓસ્ટ્રેલિયા નવ, ચીનમાં સાત અને હોંગકોંગમાં ૨૪ કલાકમાં પાંચ નવા કોરોના કેસ નોંધાયા: ભારતમાં ૧૮ કરોડ આસપાસ લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો, ૨૪ કલાકમાં ૨૦ લાખથી વધુ  લોકોને કોરોના સામે રક્ષણ આપતી વેકસીન અપાઈ..

(10:51 am IST)