મુખ્ય સમાચાર
News of Sunday, 9th May 2021

તમિલનાડુમાં ૧૦થી ૨૪ મેચ સુધી સંપૂર્ણ લોકડાઉન લદાયું

કોરોના પર કાબૂ મેળવવા રાજ્ય સરકારોએ કમર કસી : લોકડાઉનમાં જીવન જરુરિયાત, મેડિકલ સુવિધાઓને પૂરી પાડતી સેવાઓને છૂટછાટ આપવામાં આવી છે

ચેન્નઈ, તા. : તમિલનાડુમાં હાલમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ અને સત્તા પર આવેલા ડીએમકે પક્ષના સીએમ સ્ટાલિને એક પછી એક ધડાધડ નિર્ણયો લઈને કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયાસો શરું કરી દીધા છે. મહત્વપૂર્ણ છે કે તમિલનાડુમાં કોરોના ચૂંટણી પછી બેકાબૂ બની રહ્યો છે અને અહીં રાજ્યમાં શુક્રવારે ૨૬,૪૬૫ નવા કોરોના કેસ આવ્યા હતા. તેમજ ૧૯૭ લોકોના કોરોનાથી મોત થયા હતા. જે બાદ તમિલનાડુ સરકારે આજે ટોટલ લોકડાઉનની જાહેરાત કરતા જણાવ્યું કે આગામી ૧૦થી ૨૪ મે દરમિયાન રાજ્યમાં સૂંપર્ણ લોકડાઉન રહેશે. લોકડાઉનમાં જીવન જરુરિયાત અને મેડિકલ સુવિધાઓને પૂરી પાડતી સેવાઓને છૂટછાટ આપવામાં આવી છે.

શુક્રવારે તમિલનાડુમાં પહેલીવાર નવા કેસનો આંકડો ૨૫૦૦૦ના માર્કને પાર થઈ ગયો હતો. જે સાથે રાજ્યમાં કુલ .૩૫ લાખ એક્ટિવ કોરોના કેસ છે. તેમજ રાજ્યના કુલ કેસનો આંકડો ૧૩.૨૩ લાખ પહોંચ્યો છે. તો બીજી તરફ શુક્રવારે ૧૯૭ લોકોના કોરોનાથી મોત બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૫,૧૭૧ લોકોનું કોરોનાથી મોત થયું છે. પાછલા બે મહિનાથી રાજ્યની રાજધાની ચેન્નઈમાં કોરોનાના કારણે મોતની સંખ્યા સતત વધી રહી છે. ગ્રેટર ચેન્નઇ કોર્પોરેશનના ડેટા મુજબ માર્ચ મહિનાથી દરરોજ સરેરાશ લોકો શહેરની હદમાં કોરોનાના કારણે મૃત્યુ પમ્યા છે. તુલના કરવામાં આવે તો એકલા એપ્રિલ મહિનામાં શહેરમાં કોરોનાથી મોતનો આંકડો ૧૬. ટકા જેટલો વધ્યો છે.

 ફુલ લોકડાઉન દરમિયાન આંતરરાષ્ટ્રિય પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ સાથે દેશના અન્ય રાજ્યોમાં જતા અને આવતા લોકોને રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોઈ પણ પ્રકારની જાહેર કાર્યક્રમો, મોલ, થિયેટર્સ, બગીચા, સલૂન, પાર્લર, દારુની દુકાનો સહિતની તમામ વસ્તુઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચાની દુકાનોને બપોરે ૧૨ વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.

એક દિવસ પહેલા તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિને પાંચ મહત્વના નિર્ણય લીધા છે. જેમાં રાશન કાર્ડ ધરાવતા પરિવારોને ચાર હજાર રુપિયાની રોકડ સહાય, ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા લોકોની ટ્રીટમેન્ટનો ખર્ચ સરકાર આપશે તેવા બે મોટા નિર્ણયોનો સમાવેશ થાય છે. તમિલનાડુમાં તાજેતરમાં થયેલી વિધાનસભામાં સ્ટાલિનના પક્ષ ડીએમકેએ પોતાના પ્રતિસ્પર્ધી એવા એઆઆએડીએમકેને હરાવીને સત્તા હસ્તગત કરી છે.

(12:00 am IST)