મુખ્ય સમાચાર
News of Sunday, 9th May 2021

હવે વાયરસ સાથે જીવવાની ટેવ પાડવી પડશે

કોરોના વાયરસ કદી નહિ જાય : ઠંડી હોય કે ગરમી હંમેશા રહેશે પ્રકોપ : ચોંકાવનારો અભ્યાસ

નવી દિલ્હી,તા.૮:કોરોનાના કહેરથી ભારતમાં હાહાકાર મચ્યો છે અને સાથે લોકો કોરોનાના અટકવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે હાલમાં એક સ્ટડી આવ્યો છે જેમાં લોકોના હોંશ ઉડી શકે છે. શોધકર્તાનું કહેવું છે કે આપણે કોરોના સાથે જીવવાની આદત પાડી લેવી જોઈએ. તે કયારેય ખતમ થશે નહીં. એટલે કે તે કાયમ જીવિત રહેશે. તેનો પ્રકોપ લાંબા સમય સુધી રહેશે.

મેડિકલ સાયન્સનું માનવું છે કે કોઈ પણ વાયરસનું અસ્તિત્વ ખતમ થતું નથી. રિસર્ચમાં કહેવાયું છે કે કોરોના વાયરસ વર્ષમાં અનેક વાર ચરમ પર રહેશે. આ સાથે મોટી સંખ્યામાં લોકોના મોત થશે. ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને ત્રીજી લહેરની સંભાવના પણ રાખવામાં આવી રહી છે.

જર્મનીના હેડલબર્ગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ અને ચાઈનીઝ એકેડમી ઓફ મેડિકલ સાયન્સે કોરોના વાયરસને જીવન ભર સાથે રહેવાનો દાવો કર્યો છે. તેના રિપોર્ટને જનરલ સાઈન્ટિફિકમાં છાપવામાં આવ્યો છે જેમાં વાયરસના પ્રચંડ રૂપમાં જીવિત રહેવા સિવાય કોરોનાને લઈને અન્ય વાતો પણ કહેવાઈ છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે વિશ્વના ઉત્ત્।રી અને દક્ષિણ દેશમાં કોરોનાનો કહેર વધારે રહેશે. સાથે તેમાં કહેવાયું છે કે શિયાળો હોય કે ઉનાળો કોરોનાની અસર દ્યટશે કે વધશે નહીં. શોધકર્તાઓએ ૧૧૭ દેશના આંકડાને આધાકે રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમનું માનવું છે કે કોરોનાથી બચાવ જ માત્ર ઉપાય છે. વેકસીનેશન બાદ પણ કોરોનાથી બચવા માટે નિયમોનું પાલન જરૂરી રહેશે.

(12:00 am IST)