મુખ્ય સમાચાર
News of Saturday, 8th May 2021

રાજસ્થાનમાં કોરોનાના દર્દીની દફનવિધિમાં હાજર રહેલા 21 લોકોના મોત થતા ખળખભાટ : દેશનો પહેલો કિસ્સો

લોકોએ કોરોના પ્રોટોકલ વગર અંતિમવિધિ કરી: 21 દિવસમાં 21 લોકોના મોત થયા હડકંપ

 

જયપુર : રાજસ્થાનના સિકરમાં કોરોનાનું સંક્રમણ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા 21 દિવસમાં 21 મોત થતા હડકંપ મચ્યો છે. 16 એપ્રિલથી 5 મે દરમિયાન મોતમાંથી પ્રશાસને કોરોનાથી ફક્ત 5 લોકોના મોત થયા હોવાનો સ્વીકાર કર્યો છે પરંતુ સતત 21 મોત થયા છે. 3500 ની વસતી ધરાવતા ગામમાં અસાધારણ રીતે મોતની સંખ્યા વધતા હાહાકાર મચ્યો છે.

કોરોનાગ્રસ્ત દર્દીની દફનવિધિમાં 151 લોકો ભેગા થયા હતા.લોકો પ્લાસ્ટિકની બેગમાં ખુલ્લી લાશને લઈને સ્મશાન આવ્યાં હતા. દરમિયાન લોકોએ અનેક વાર મૃતકના સંપર્કમાં આવ્યાં હતા. એટલું નહીં પરંતુ ચોકાવનારી વાત છે કે લોકોએ કોરોના નિયમોનું પાલન કર્યાં વગર બારોબાર લાશની દફનવિધિ કરી નાખી. જોકે અધિકારીઓએ એવું જણાવ્યું કે 21 મોતમાંથી ફક્ત 3-4 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. મોટાભાગના મોત વૃદ્ધોના થયા છે. અધિકારીઓએ કહ્યું કે જ્યાં સૌથી વધારે મોત થયા છે ત્યાંથી 147 પરિવારોના સેમ્પલ લેવાયા છે.

હવે રાજ્યના આરોગ્ય વિભાગની ટીમ શુક્રવારે ખીરવા ગામ પહોંચી છે અને અહિંથી નમૂના લીધા છે.સિકરના ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર અજય ચોધરીએ જણાવ્યું કે સ્થાનિક વહિવટીતંત્ર પાસેથી રિપોર્ટ મંગાવાયો છે જે પછી અંગે કોઈ ટીપ્પણી થઈ શકશે

પ્રાપ્ત થતી વિગતો અનુસાર, અહીંના એક ગ્રામીણનું સૂરતમાં મોત થયું હતું. કોરોનાના દર્દીના મોત બાદ 16 એપ્રિલે તેની લાશને ખીરવાડા ગામમાં દફન અર્થે લાવવામાં આવી હતી. દરમિયાન લાશને પ્લાસ્ટિકની બેગમાંથી બહાર કાઢવામાં આવી હતી અને તેની દફનવિધિ દરમિયાન અનેક વાર લોકોનો તેની સાથે સ્પર્શ પણ થયો હતો. ગામના સરપંચ હાકીમ અલીએ જણાવ્યું કે છેલ્લા 1 વર્ષની વાત કરવામાં આવે તો અહીં કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું હતું. પરંતુ અચાનક થયેલા મોતના આંકડા ચોંકાવી મૂકે તેવા છે.

(12:21 am IST)