મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

બાબુલ સુપ્રીયો માટે મિથુનનો રોડ શો

ટોલીગંજ તા. ૯: બંગાળ ચૂંટણી પ્રચાર ચરમ ઉપર છે. મહાગુરૂના રૂપે લોકપ્રિય મિથુન ચક્રવર્તી જેવી વ્યકિત બાબુલ સુપ્રિયો માટે ભર બપોરે પ્રચાર માટે નિકળ્યા હતા.

કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયોએ ટોલીગંજથી ચૂંટણીમાં ઝંપલાવતા આ બેઠક હાઇપ્રોફાઇલ બની છે. તેમને ત્રણ વખતના તૃણમુલ ધારાસભ્ય અરપ બિશ્વાસથી કડી ટકકર મળી રહી છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપના સ્ટાર પ્રચારક મિથુન દા બાબુલ માટે રોડ શો કરવા પહોંચ્યા હતા.

(3:58 pm IST)