મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

મોલ ફરીથી ખાલીખમ

ગ્રાહકોની સંખ્યામાં ૧૫ થી ૩૦ ટકાનો ઘટાડો રાજ્યો દ્વારા મુકાઇ રહેલા પ્રતિબંધોની અસર

નવી દિલ્હી,તા.૯ : કોરોનાના રોજ રોજ વધી રહેલા કેસ અને આ અઠવાડીયાથી સરકાર દ્વારા મુકવામાં આવી રહેલા વિવિધ પ્રતિબંધોના કારણે ઘણાં શહેરોમાં ગ્રાહકો મોલ અને મોટા સ્ટોરથી દુર થઇ રહ્યા છે. મોલ સંચાલકો અને દુકાનદારો આના કારણે પહેલા પ્રિમાસીકમાં ૨૦ થી ૨૫ ટકા ધંધો ગુમાવે તેવો ભય સેવાઇ રહ્યો છે.

મોલ માલિકો અને તમીલનાડુમાં ૮ મોલ ધરાવતા પ્રેસ્ટીજ ગ્રુપના એકઝીકયુટીવ ડાયરેકટર સુરેશ સિંગરાવેલુએ કહ્યું કે અમારા મોલમાં ગ્રાહકોની સખ્યામાં ૩૦ ટકા જેટલો ઘટાડો જોવા મળે છે. અમે જૂનમાં જ્યારે ફરીથી મોલ ખોલ્યા ત્યારની જ પરિસ્થિતીમાં પાછા પહોંચી ગયા છીએ.

(12:42 pm IST)