મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ નક્કી કરેલા શેડ્યૂલ મુજબ જ લેવાશે: કોઈપણ ફેરફાર કર્યો નથી

સોશિયલ મીડિયા પર પરીક્ષઆઓને લઇને અફવા :બોર્ડે કહ્યું તેમાં પડવાની જરૂર નથી.

નવી દિલ્હી : CBSE બોર્ડની પરીક્ષાઓ તેના નક્કી કરેલા શેડ્યૂલ મુજબ જ લેવાશે. તેમાં કોઈ ફેરફાર નથી કરાયો. CBSE બોર્ડની પરીક્ષાઓરદ નહીં થાય.CBSE બોર્ડ પહેલા જ 10 અને 12માની પરીક્ષાની ડેટશીટ પહેલા જ જાહેર કરી છે. 10મા બોર્ડની પરીક્ષાઓ 4 મે 2021થી 7 જૂન સુધી ચાલશે. 12મા બોર્ડની પરીક્ષાઓ પણ 4 મેથી શરૂ થશે અને 11 જૂન સુધી ચાલશે. બોર્ડની પરીક્ષા બે શિફ્ટમાં થશે. પ્રથમ શિફ્ટ 10.30થી 1.30 કલાક સુધી જ્યારે બીજી શિફ્ટ 2.30થી 5.30 કલાક સુધી થશે. 15 જૂલાઈ સુધી પરીક્ષાનું પરિણામ જાહેર થશે.કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે 4 મેથી શરૂ થતી CBSE બોર્ડ પરીક્ષાઓને રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ટ્વિટર પર બોર્ડ પરીક્ષાઓને લઇ હેશટેગ #cancelboardexams2021, #CancelourCBSEboardexams2021 અને #CancelBoards2021 ટ્રેન્ડ થઇ રહ્યા છે.હકીકતમાં 3 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર ફેક ડેટશીટ વાયરલ થઇ હતી, જે ખોટી હતી. તેને લઇ બોર્ડે વિદ્યાર્થીઓને સાવચેત રહેવા માટે જણાવ્યું હતું. બોર્ડે વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર પરીક્ષઆઓને લઇ જે ચાલી રહ્યું છે, તેમાં પડવાની જરૂર નથી. બોર્ડે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક પરીક્ષા કાર્યક્રમ વાયરલ થઇ રહ્યો છે.

(12:34 pm IST)