મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

હિમાચલ પ્રદેશમાં મા ધ્યાન આભા અને સ્વામી અંતર જગદીશની અધ્યક્ષતામાં હોળી-ધૂળેટી પર્વનો ઓશો પ્રેમીઓએ આનંદ, પ્રેમ અને શાંતિનો અનુભવ માણ્યોઃ આગામી દિવસોના કાર્યક્રમો જાહેર

હિમાચલ પ્રદેશના કોટલા-સોલાન ખાતે મા ધ્યાન આભા, સ્વામી અંતર જગદીશ ઓશો આશ્રમ દ્વારા ધૂળેટી પર્વની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઓશો પ્રેમીઓ જોડાયા હતા. હોળી-ધૂળેટી પર્વમાં ૩ દિવસ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં દેશ-વિદેશથી ભાવિકો જોડાયા હતા. ત્રિદિવસીય દરમિયાન યોજાયેલા કાર્યક્રમો અંગે ભાવિકોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. જેમાં આનંદ, પ્રેમ અને શાંતિનો અનુભવ થયો હોવાનું સૌ કોઈએ જણાવ્યુ હતું. હિમાચલ પ્રદેશના પ્રાકૃતિક વાતાવરણમાં ભોજન, રહેવાની ખૂબ જ સુંદર વ્યવસ્થાને સૌએ બિરદાવી હતી. હોળી-ધૂળેટીમાં અજાણ્યા લોકોએ પણ એકબીજાને રંગપર્વની કલર ઉડાડીને ઉજવણી કરી હતી. કુદરતી વાતાવરણમાં સૌ કોઈ એકબીજા સાથે હળીમળીને ઓશો આશ્રમે પ્રકૃતિનો આનંદ માણ્યો હતો. આવનારા સમયમાં યોજાનાર કાર્યક્રમો અંગે માં ધ્યાન આભા, સ્વામી અંતર જગદીશએ માહિતી આપી હતી. જેમા જણાવ્યુ હતુ કે તા. ૧૦થી ૧૪ એપ્રિલ સુધી ૫ દિવસ માટે ધ જંગલ વીક કાર્યક્રમ યોજાશે. જેમાં ટ્રેકીંગ એન્ડ હીકીંગ, ફોરેસ્ટ બાથ, રીવર સાઈડ વોક, ઓશો મેડીટેશન્સ , ઈવનિંગ સત્સંગ, નાઈટ મેડીટેશન ઈન જંગલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત તા. ૨૪થી ૨૭ એપ્રિલ દરમિયાન આર્ટ ઓફ લીવીંગ એન્ડ ડાઈંગ મા ધ્યાન જ્યોતિ, તા. ૩ થી ૯ મે ઓશો નો માઈન્ડ મેડી. થેરાપી મા આભા એન્ડ સ્વામિ. જગદીશ, તા. ૨૦ થી ૨૩ મે દરમિયાન ગુરજીફ સક્રેડ ડાન્સ સ્વામી ગ્યાન નિરૂપમ, તા. ૩૧ મે થી ૨૦ જૂન દરમિયાન ઓશો માઈસ્ટીક રોઝ મેડી. થેરાપી મા આભા એન્ડ સ્વામી જગદીશ, તા. ૧ થી ૪ જુલાઈ દરમિયાન એનિગ્રામઃ ફાઈડીંગ ધ સેલ્ફ સ્વામી અંતર જગદીશ, તા. ૨૩ થી ૨૫ જુલાઈ દરમિયાન ઓશો ગુરૂ પૂર્ણિમા સેલીબ્રેશન મા આનંદ સુજાતી અને તા. ૨૭ થી ૩૦ ઓગષ્ટ ૨૦૨૧ દરમિયાન ઓશો તંત્ર-પ્રાણા મેડીટેશન રીટ્રીટ સ્વામી ચૈતન્ય કીર્તીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યુ છે. વધુ વિગત માટે મોબાઈલ નંબર ૮૮૯૪૩૫૧૯૬૨ ઉપર સંપર્ક સાધવા અથવા www.oshosanzen.in ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:18 am IST)