મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

કોરોનાનો જોરદાર પ્રહાર

૧ દિ'માં ૧.૩૧ લાખ નવા કેસ : ૮૦૨ના મોત

દિવસેને દિવસે વધુ વિકરાળ બની રહ્યો છે કોરોના

નવી દિલ્હી,તા. ૯: ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ દૈનિક કેસ આવ્યા છે. દેશમાં કોરોનાના એક દિવસમાં નવા કેસ ૧ લાખ ૩૧ હજાર ૮૭૮ થઈ ચૂકયા છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં ૬૧ હજાર ૮૨૯ દર્દી રિકવર થયા છે તો સાથે જ દેશમાં કોરોનાથી એક દિવસનો મૃત્યુઆંક પણ વધ્યો છે, ભારતમાં કોરોનાથી એક દિવસમાં ૮૦૨ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એકટીવ કેસ ૯ લાખ ૭૪ હજાર ૨૩૩ થઈ ચૂકયા છે.  ભારતમાં કોરોનાના કુલ કેસ ૧ કરોડ ૩૦ લાખ ૫૭ હજાર ૯૫૪ પહોંચી ચૂકયા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા ૧ કરોડ ૧૯ લાખ ૧૦ હજાર ૭૪૧ થઈ છે. તો દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧ લાખ ૬૭ હજાર ૬૯૪ પહોંચ્યો છે.

આ સાથે દેશમાં કોરોનાના કારણે ૧.૬૬ લાખ લોકોના મોત થયા છે અને સાથે જ ૯ લાખ ૫ હજાર દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. દેશમાં કોરોનાથી સાજા થતા દર્દીનો દર દ્યટીને ૯૧.૬૭ ટકા અને એકિટવ કેસ વધીને ૭.૦૪ થઈ ચૂકયો છે. કોરોનાનો ડેથ રેટ ઘટીને ૧૨.૦૯ ટકા થયો છે. ગઇ કાલે પીએમ મોદીએ પણ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી અને કહ્યું કે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાય. સાથે લોકોમાં જાગરૂકતા જરૂરી છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર ભારતમાં ૧૨ રાજયો છે જયાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને સંક્રમણથી લોકોના જીવ જઈ રહ્યા છે. આ રાજયોમાં મહારાષ્ટ્ર, પંજાબ, છત્ત્।ીસગઢ, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, ઉત્ત્।રપ્રદેશ અને કેરળનો સમાવેશ થઈ રહ્યો છે. 

મહારાષ્ટ્રમાં ગઇકાલે ૫૬,૨૮૬ નવા દર્દીઓ આવ્યા છે તો ૩૭૬ લોકોના મોત થયા છે. હાલમાં અહીં ૫.૨૧ લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. દિલ્હીમાં ગઇકાલે ૭,૪૩૭ નવા કેસ આવ્યા છે અને ૪૨ દર્દીના મોત થયા છે. અહીં ૬.૯૮ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે અને ૨૩ ૧૮૧ લોકો સારવાર લઈ રહ્યા છે. ગુજરાતમાં ગઈ કાલે ૪,૦૨૧ નવા કેસ આવ્યા છે અને ૩૫ લોકોના મોત થયા છે. અહીં ૪,૬૫૫ દર્દીના મોત થયા છે. તો સાથે જ ૩.૦૭ લાખ લોકો સાજા થયા છે. પંજાબમાં ૩,૧૧૯ કેસ આવ્યા છે અને ૫૬ લોકોના મોત થયા હોવાનું આંકડા કહી રહ્યા છે. અહીં કુલ ૭,૩૩૪ મોત થયા છે અને ૨૬,૩૮૯ લોકોની સારવાર ચાલી રહી છે.

(10:12 am IST)