મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

હિમાચલ પ્રદેશમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષને મોટી લપડાકઃ ૪ કોર્પોરેશનમાંથી બેમાં શાસન ગુમાવ્યુઃ કોંગ્રેસે કાઠું કાઢયું ભાજપના મુખ્યમંત્રી મુશ્કેલીમાં

શાસક ભાજપ મંડી અને ધર્મશાળામાં એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવીઃ જયારે કોંગ્રેસને પાલમપુર અને સોલનમાં બહુમતી મળીઃ પાલમપુર ભાજપના પૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શાંતા કુમારનો ગઢ મનાય છે છતાં ભાજપ પાલમપુર મહાપાલિકાની ચૂંટણી ખરાબ રીતે હારી ગઈ

સિમલા, તા.૯: ઉત્તરાખંડ પછી હવે બીજા પર્વતીય રાજય હિમાચલ પ્રદેશમાં ભાજપના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુર માટે ખાતરની દ્યંટડી વાગી છે. રાજયમાં લગભગ દોઢ વર્ષ પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ, ૪ પાલિકાની ચૂંટણીમાં માત્ર બે બેઠકો જીતવામાં સફળ રહી છે.

શાસક ભાજપ મંડી અને ધર્મશાળામાં એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યો છે, જયારે કોંગ્રેસને પાલમપુર અને સોલનમાં બહુમતી મળી છે. કોંગ્રેસે સોલન અને પાલમપુર નિગમની ચૂંટણીમાં મોટા અંતરથી જીત મેળવી છે, જયારે મંડી અને ધર્મશાળામાં ભાજપનો વિજય થયો છે. ભાજપના આ ખરાબ પ્રદર્શન બાદ હવે સીએમ જયરામ ઠાકુર પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

હિમાચલમાં પાંચ મહાનગરપાલિકાઓ છે જેમાંથી ગઈકાલે ચારમાં મતદાન થયું હતું. જયારે સિમલા મહાનગરપાલિકાની ચૂંટણી મે મહિનામાં યોજાશે. ખાસ વાત એ છે કે પાલમપુર એ ભાજપના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શાંતા કુમારનો ગાઢ મનાય છે, તેમ છતાં ભાજપ પાલમપુર કોર્પોરેશન ચૂંટણી ખરાબ રીતે હારી ગઈ છે. તે જ સમયે, સોલન, હિમાચલના પૂર્વ ભાજપ અધ્યક્ષ રાજીવ બિંદલનું ઘર છે, પરંતુ ત્યાં પણ ભાજપને આકરી હાર પણ મળી હતી.

(10:08 am IST)