News of Friday, 9th April 2021
દેશમાં કોરોનાના કેસમાં જબરો ઉછાળો : છેલ્લા 24 કલાકમાં 1,19 લાખથી વધુ કેસ : 700 લોકોના મોત
એક્ટિવ કેસની સંખ્યા 9.63 લાખને પાર પહોંચી : કુલ મૃત્યુઆંક 1.67,592 થયો
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના 1.19 લાખથી વધુ નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે
એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 700 લોકોના મોત નિપજ્યા છે આ સાથે એક્ટિવ સંખ્યા પણ નવ લાખ ત્રેસઢ હજારને પાર પહોંચી છે એક જ દિવસમાં 1.19 લાખથી વધુ નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1.30,45,074 થઇ છે છેલ્લા 24 કલાકમાં 59,913 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે આ સાથે 1.19,08,826 લોકોએ કોરોનાને મહાત આપી છે
(12:00 am IST)