મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળોકેર યથાવત : 24 કલાકમાં 56,286 નવા કેસ : 376 લોકોના મોત

એકલા મુંબઇમાં કોરોનાના 8,938 કેસ નોંધાયા અને 23 લોકોના મોત

દેશમાં સતત કરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં સતત કોરોના વાયરસના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં કોરોના વાયરસના 56,286 નવા કેસ નોંધાયા છે. તો આજે મહારાષ્ટ્ર 376 લોકોના મોત થયા છે. માત્ર મુંબઇની અંદર કોરોનાના 8,938 કેસ સામે આવ્યા છે અને 23 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 32 લાખ 29 હજાર 547 કોરોના કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં કોરોનાના કારણે થયેલા કુલ મૃત્યુઆંકની વાત કરીએ તો તે 57,028 પર પહોંચ્યો છે. ગઇ કાલે એટલે કે બુધવારે 59 હજાર 907 કોરોના કેસ સામે આવ્યા હતા. જ્યારે સોમવારે 47 હજાર 288 લોકોને કોરોના કેસ સામે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે એકતરફ મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં બમ્પર વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ રાજ્યમાં રસી મુદ્દે રાજકારણ ગરમાયું છએ. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર તમને પુરતી કોરોના રસી આપતી નથી.

(12:00 am IST)