મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

નક્સલીઓએ કોબરા જવાન રાકેશ્વર સિંહને પાંચ દિવસ બાદ મુક્ત કર્યો જવાનની પાંચ વર્ષની દીકરીએ પણ નક્સલીઓને પોતાના પિતાને છોડવાની અપીલ કરી હતી

રાયપુર: નક્સલીઓએ કોબરા જવાન રાકેશ્વર સિંહને છોડી દીધો છે. મહત્વપૂર્ણ છે કે 3 એપ્રિલે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો પર હુમલો કરી નક્સલીઓઓએ રાકેશ્વર સિંહ મનહાસને બંધક બનાવી લીધો હતો. આ હુમલામાં 22 સુરક્ષા કર્મીઓની નક્સલીઓએ હત્યા કરી નાખી હતી જ્યારે કેટલાક કર્મી ઘાયલ થયા હતા.

રાકેશ્વર સિંહ આ સમયે તર્રેમમાં 168મી બટાલિયનના કેમ્પમાં છે. જ્યા તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યુ છે, તેમણે કેવી રીતે અને કોની સાથે છોડવામાં આવ્યા, કેટલા વાગ્યે તે કેમ્પ પહોચ્યા, આ તમામ વાતનો ખુલાસો હજુ સુધી થઇ શક્યો નથી.

નક્સલીઓએ CoBRA કમાન્ડો રાકેશ્વર સિંહની તસવીર એક પત્રકારને મોકલી હતી અને તે તેમના કબજામાં હોવાનું જણાવ્યુ હતું. નક્સલીઓએ એક મેસેજ પણ મોકલ્યો હતો જેમાં તેમણે કહ્યુ હતું કે તેમની જવાનો સાથે કોઇ દુશ્મની નથી. બીજી તરફ એવી પણ માંગ કરી હતી કે સરકાર જલ્દી ચર્ચા કરવા માટે મધ્યસ્થીઓના નામ જાહેર કરે. જવાનની પાંચ વર્ષની દીકરીએ પણ નક્સલીઓને પોતાના પિતાને છોડવાની અપીલ કરી હતી, તેણે કહ્યુ હતું કે પાપાની પરી પાપાને ઘણા મિસ કરી રહી છે. હું મારા પિતાને ઘણો પ્રેમ કરૂ છું, પ્લીઝ નક્સલ અંકલ મારા પિતાને ઘરે મોકલી દો. રાકેશ્વર સિંહ જમ્મુના છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે બસ્તરના પોલીસ કમિશનર પી સુંદરરાજે કહ્યુ હતું કે છત્તીસગઢના બીજાપુરમાં શનિવારે માઓવાદીઓ સાથે અથડામણમાં 22 જવાન માર્યા ગયા હતા. બીજી તરફ એક જવાન લાપતા છે. સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે બીજાપુર અથડામણમાં 25-30 નક્સલી પણ માર્યા ગયા હતા.

(12:00 am IST)