મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

એપ્રિલના 9 દિવસમાં કોરોનાના કેસમાં ચાર ગણો વધારો

નવી દિલ્હી : એપ્રિલ મહિનામાં કોરોનાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે ગત 31 માર્ચ સુધી દેશમાં 1634 જ કેસ હતા. આ દરમિયાન ભારતમાં કોરોના કન્ટ્રોલમાં છે તેવી લોકોને પણ આશા હતી. પણ કોરોના ત્યારે દેશમાં બીજા તબક્કામાં હતો. ખરો ખેલ હવે ત્રીજા તબક્કામાં શરૂ થયો છે. એપ્રિલ મહિનાના માત્ર 9 દિવસના નજીવા ગાળામાં કોરોનાએ તબાહી મચાવતા ભારતમાં પોઝીટીવ કેસનો આંકડો 6400ને પાર પહોંચ્યો છે જે ત્રીજા તબક્કાની શરૂઆતમાં જ ભયજનક છે, કારણ કે આ આંકડો એ વાતની સાબિત આપી રહ્યો છે કે દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં 4 ગણો વધારો થઈ ગયો છે

(1:07 am IST)