મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

ઔદ્યોગિક ઉત્પાદનમાં ફેબ્રુઆરી દરમ્યાન ૪.૫ ટકાની વૃધ્ધિઃ ખાણ ક્ષેત્રમાં તેજીની અસર

નવી દિલ્લીઃ માઇનીંગ મેન્યુફેકચરિંગ અને વિજળી ક્ષેત્રના સારા પ્રદર્શનથી દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં આ વરસ ફેબ્રુઆરીમા ૪.૫ ટકાની સારી વૃધ્ધિ હાંસલ કરવામા આવી જારી આધિકારીક આંકડા અનુસાર ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં આ પહેલા ફેબ્રુઆરી ૨૦૧૯માં ફકત ૦.૨ ટકાની વૃધ્ધિ થઇ હતી.

રાષ્ટ્રીય આંકડા કાર્યાલયના આંકડા અનુસાર મેન્યુફેકચરિંગ સેકટર આ વરસ ફેબ્રુઆરીમાં ૩.૨ ટકા વધ્યા છેલ્લા  નાણાકીય વર્ષમાં એપ્રિલ-ફેબ્રુઆરી દરમ્યાન વૃધ્ધિ દર ઘટી ૦.૯ ટકા રહ્યો.

(11:21 pm IST)