News of Thursday, 9th April 2020
કોરોના વાયરસનો દેશમાં ફેલાવો :છેલ્લા એક મહિનામાં કોરોના કેસમાં થયો ભડકો
-9મી માર્ચે કોરોનાના 42 કેસ હતા આજે એક મહિના બાદ 5883 કેસ નોંધાયા
નવી દિલ્હી : કોરોના વાયરસનો દેશમાં છેલ્લા એક મહિનાથી ઝડપી ફેલાવો થયો છે ગત 30મી જાન્યુઆરીએ દેશમાં સૌ પ્રથમ કેસ નોંધાયો હતો ત્યાર બાદ ગત ૯ માર્ચના રોજ
સવા મહિના પછી કોરોનાના માત્ર 42 કેસ હતા અને આજે બરાબર ૧ મહિના પછી દેશમાં
કોરોના કેસમાં ભડકો સર્જાયો, વધીને ૫૮૮૩ કોરોના કેસ થયા છે.
(11:10 pm IST)