મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી ૬૫૦૦થી ઉપર થઇ

મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ૧૩૦૦ને પાર, મુંબઈમાં ૭૯ કેસ : ખતરનાક કોરોના વાયરસના લીધે આઠ રાજ્યો સૌથી વધારે પ્રભાવિત : આ ૮ રાજ્યમાં ૨-૪ દિવસમાં જ કોવિડ-૧૯ના કેસ બે ગણા થઇ ગયા : અહેવાલ

નવી દિલ્હી, તા.૯ : ભારતમાં કોરોનાના કારણે કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કેસોની સંખ્યા હવે વધીને ૬૫૦૦થી વધારે થઇ ગઇ છે. જ્યારે મોતનો આંકડો હવે ૧૬૬ ઉપર પહોંચી ગયો છે. ભારતમાં કેટલાક રાજ્યો કોરોનાના કારણે સૌથી વધારે પ્રભાવિત થયા છે. જેમાં મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્માં કેસોની સંખ્યા હવે ૧૩૦૦ના આંકડાને પાર કરી ગઇ છે. ભારતના કોરોનાના ખતરનાક સંકેતો મળી રહ્યા છે. કારણ કે આઠ રાજ્યોમાં કેસોની સંખ્યા ૨-૪ દિવસમાં જ બે ગણી થઇ ગઇ છે.  આજે મુંબઈમાં ૭૯ નવા કેસો સપાટી ઉપર આવ્યા હતા. સાથે સાથે વધુ નવના મોત થતાં મુંબઈમાં મોતનો આંકડો ૫૪ સુધી પહોંચી ગયો છે. રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, કેરળ, જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાં કેસોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. ગુજરાતમાં પણ કેસોની સંખ્યામાં એકાએક વિસ્ફોટ થયો છે અને ૭૬ નવા કેસો નોંધાયા છે. આઠ રાજ્યોમાં ખતરનાક સ્થિતીના સંકેત મળી રહ્યા છે. કેરળ અને કર્ણાટકમાં ગતિ ધીમી થઇ છે. જો કે મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં કેસોની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે દિલ્હીમાં પણ હાલત સારી નથી. તમિળનાડુમાં પણ મુશ્કેલી છે.

 

             દેશમાં કુલ કોરોના કેસો પૈકી ૮૪ ટકા કેસો માત્ર મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, કેરળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાંથી મળ્યા છે. કેરળ અને કર્ણાટકને બાદ કરતા બાકીના રાજ્યોમાં કોરોના કેસોની સંખ્યા પહેલી એપ્રિલથી આઠમી એપ્રિલ વચ્ચે બે ગણી થઇ છે. ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો.દેશમાં પણ લોકડાઉની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી.  ભારતમાં કોરોનાના કારણે સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિળનાડ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે.  કેટલાક હોટ સ્પોટ કેન્દ્રો પણ જાહેર કરવામાં આવ્યા છે. યુદ્ધના ધોરણે તમામ પગલા દેશમાં લેવામાં આવી રહ્યા છે. ૨૧ દિવસના લોકડાઉનના ગાળાનો દોર કઠોર રીતે હાલમાં દેશમાં અમલી છે. કેસોની સંખ્યા અને મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.  વડાપ્રધાન મોદી સતત એક્શનમાં છે. સીધીરીતે માહિતી દરરોજ ૨૦૦થી પણ વધુ લોકો પાસેથી મેળવી રહ્યા છે.

            કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે.  કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી ચુક્યા છે.  ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરી દેવાયા છે.  દેશના તમામ રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. તમિળનાડુ, તેલંગણા, કેરળમા પણ કોરોનાના કારણે કેસોની સંખ્યા અનેક ગણી વધી રહી છે. મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દિલ્હીમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં પહોંચેલા લોકોના કારણે કેસોની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે અહીં મોટી સંખ્યામાં કેસો મળી ચુક્યા છે. હવે દેશના જુદા જુદા ભાગોમાં અહીં હાજરી આપીને પહોંચેલા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. તેમને સારવાર આપવામાં આવી રહી છે.દિલ્હી, રાજસ્થાન, તેલંગાણામાં પણ આંકડો વધ્યો છે. ભારતમાં ખતરનાક વાયરસના કારણે કેસોની સંખ્યા વધી રહી છે.  માનવામાં આવે છે કે તબલીગી જમાતના કારણે આવનાર દિવસોમાં દિલ્હીની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં કોરોનાના કેસોમાં વધારો થઇ શકે છે. મહારાષ્ટ્રમાં પણ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે.દેશના જુદા જુદા ભાગોમાં કોરોના કેસોની વાત કરવામાં આવે તો સંખ્યા સતત વધી રહી છે. મહારાષ્ટ્રમાં સૌથી  વધારે હાલત ખરાબ છે.

તમિળનાડુમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વિશ્વના દેશોની સાથે સાથે ભારતમાં પણ કેસોની સંખ્યામાં નોધપાત્ર વધારો છેલ્લા કેટલાક દિવસથી થઇ રહ્યો છે. કોરોના ચેઇનને તોડવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જો કે સફળતા ઓછી મળી રહી છે. કોરોનાની ચેઇન તોડવા માટેની જરૂર દેખાઇ રહી છે. કેસોની સંખ્યામાં ઝડપી વધારો દેશમાં હાલમાં ચાલી રહેલા ૨૧ દિવસના લોકડાઉનના ગાળા વચ્ચે પણ થઇ રહ્યો છે. જે ખતરનાક સ્થિતીનો સંકેત આપે છે. આ સપ્તાહ નિર્ણાયક થઇ શકે છે તેવી વાત આવી રહી છે. કોરોના વાયરસે ૩૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે.  સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે.  જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તેનાથી ચિંતા વધી ગઈ છે. સરેરાશ ૫૦૦થી વધુ કેસો છેલ્લા કેટલાક દિવસમાં નોંધાયા છે. દર્શાવે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ભારતમાં પણ પગ પેસારો કરી રહ્યો છે. દેશ હાલમાં એલર્ટ છે. મુંબઈમાં આજે કોરોનાના ૭૯ કેસ સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ સંખ્યા ૭૭૫ ઉપર પહોંચી છે. મુંબઈમાં વધુ ૯ લોકોના મોત થયા છે જેથી મુંબઈમાં મૃતકોની સંખ્યા ૫૪ થઇ છે.

દેશમાં કોરોના કેસ ક્યાં કેટલા

આઠ રાજ્યોમાં હાલત વધારે ખરાબ થઇ ગઇ

નવીદિલ્હી,તા. ૯ : ભારતમાં કોરોનાના કારણે કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કેસોની સંખ્યા હવે વધીને ૬૫૦૦થી વધારે થઇ ગઇ છે. જ્યારે મોતનો આંકડો હવે ૧૬૬ ઉપર પહોંચી ગયો છે. ભારતમાં કેટલાક રાજ્યો કોરોનાના કારણે સૌથી વધારે પ્રભાવિત થયા છે. જેમાં મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્માં કેસોની સંખ્યા હવે ૧૩૦૦ના આંકડાને પાર કરી ગઇ છે. ભારતના કોરોનાના ખતરનાક સંકેતો મળી રહ્યા છે.

ક્રમ

રાજ્યો

ભારતીય દર્દી

વિદેશી દર્દી

આંધ્રપ્રદેશ

૩૪૮

૦૦

છત્તીસગઢ

૦૯

૦૦

દિલ્હી

૭૨૦

૦૧

ગુજરાત

૧૮૮

૦૧

હરિયાણા

૧૪૭

-

કર્ણાટક

૧૯૭

૦૦

કેરળ

૩૫૭

૦૮

મહારાષ્ટ્ર

૧૨૯૭

૦૩

ઓરિસ્સા

૪૨

૦૦

૧૦

પોન્ડિચેરી

૦૫

૦૦

૧૧

પંજાબ

૧૦૬

૦૦

૧૨

રાજસ્થાન

૪૩૦

૦૨

૧૩

તેલંગાણા

૪૨૭

૧૦

૧૪

ચંદીગઢ

૧૮

૦૦

૧૫

જમ્મુ કાશ્મીર

૧૮૪

૦૦

૧૬

લડાક

૧૩

૦૦

૧૭

ઉત્તરપ્રદેશ

૩૬૧

૦૧

૧૮

ઉત્તરાખંડ

૩૩

૦૧

૧૯

બંગાળ

૧૦૩

૦૦

૨૦

તમિળનાડુ

૮૩૪

૦૬

૨૧

મધ્યપ્રદેશ

૩૯૭

૦૦

૨૨

હિમાચલ

૧૮

૦૦

૨૩

બિહાર

૫૧

૦૦

૨૪

મણિપુર

૦૧

૦૦

૨૫

મિઝોરમ

૦૧

૦૦

૨૬

ગોવા

૦૭

૦૦

૨૭

આંદામાન નિકોબાર

૧૦

૦૦

૨૮

ઝારખંડ

૦૧

૦૦

૩૦

આસામ

૨૯

૦૦

૩૧

અરૂણાચલ

૦૧

૦૦

 

(9:39 pm IST)