મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

મૂડીરોકાણકારોની સંપત્તિમાં નોંધાયેલ ઉલ્લેખનીય વધારો

રિલાયન્સ સહિતની કંપનીઓની માર્કેટ મૂડી વધી : માત્ર એક દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં જંગી વધારો

મુંબઈ, તા. : શેરબજારમાં આજે જોરદાર લેવાલીનો માહોલ રહેતા ટૂંકા ગાળામાં શેરબજારમાં ફરીવાર જોરદાર ઉછાળો નોંધાયો હતો. સાતમી એપ્રિલના દિવસે સેંસેક્સમાં ૨૪૭૬ પોઇન્ટનો ઇતિહાસનો સૌથી મોટો ઉછાળો એક દિવસનો નોંધાયા બાદ આજે વધુ ૧૨૬૬ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. આની સાથે રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડ રૂપિયાનો વધારો થઇ ગયો છે જે કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે તેમાં એચડીએફસી, એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ રિલાયન્સ પહેલાથી પ્રથમ સ્થાન પર છે ત્યારે તેની માર્કેટ મૂડીમાં વધુ વધારો થઇ ગયો છે. સનફાર્માની માર્કેટ મૂડી આજે ટ્રિલિયન રૂપિયાના આંકડા સુધી પહોંચી હતી. કોરોનાના ડરને પાછળ છોડીને શેરબજારે જોરદાર છલાંગ લગાવી હતી. સેંસેક્સમાં અભૂતપૂર્વ ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં મોટી તેજી માટે કેટલાક કારણો દેખાઈ રહ્યા છે. આજે કારોબાર દરમિયાન કારોબારીઓએ જંગી નાણા મેળવી લીધા હતા. કેટલાક કારણો તેજી માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. ભારતમાં રોકાણકારોની આશા ફરી એકવાર પ્રબળ બની રહી છે.

(7:53 pm IST)