મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

મોટો નિર્ણયઃ કેન્દ્ર સરકારે રાજયો માટે કોવિડ-૧૯ ઇમરજન્સી પેકેજને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે ઈન્ડિયા કોવિડ-૧૯ રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ પેકેજની જાહેરાત કરી છે

નવી દિલ્હી, તા.૯: કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે કેન્દ્ર સરકારએ મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે રાજય હેલ્થ સિસ્ટમને વ્યવસ્થિત કરવા માટે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરું ફંડ આપવાની મંજૂરી આપી છે. તેના માટે કેન્દ્ર સરકારે ઈન્ડિયા કોવિડ-૧૯ રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં ખર્ચ માટે આપવામાં આવેલી પુરી રકમ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે રાજયોને ઇન્ફ્રાસ્ટ્રકચર અને સંસાધન સારા કરવાને ધ્યાને લઈ ખાસ પેકેજ આપ્યું છે. આ પેકેજ 'ઈન્ડિયા કોવિડ-૧૯ રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ Preparedness'ને લઈને છે. તેમાં જાન્યુઆરી ૨૦૨૦થી માર્ચ ૨૦૨૪ સુધી આ પ્રોજેકટને ત્રણ ચરણોમાં વહેંચવામાં આવ્યું છે. આ દરમિયાન કેન્દ્ર રાજયોને નાણાં આપશે.

ચરણ ૧: જાન્યુઆરી ૨૦૨૦થી જૂન ૨૦૨૦

ચરણ ૨: જુલાઈ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧

ચરણ ૩: એપ્રિલ ૨૦૨૧થી માર્ચ ૨૦૨૪ પહેલા ચરણને લઈને નાણા મોકલી દેવામાં આવ્યા છે. આ નાણાનો ઉપયોગ કોવિડ હોસ્પિટલ, આઇસોલેશન વોર્ડ, વેન્ટિલેટર્સ, ઓકિસજન સપ્લાય, લઙ્ખબ, પીપીઈ, માસ્ક, હેલ્થ વર્કરની નિયુકિત જેવી બાબતોમાં ખર્ચ કરી શકાશે.

(૧) નેશનલ હેલ્થ મિશનની ડારયેકરટ વંદના ગુરુનાનીએ એક સકર્યૂલર જાહેર કરીને કહ્યું કે ૧૦૦ ટકા સેન્ટ્રલ પ્રોજેકટને જાન્યુઆરી ૨૦૨૦થી માર્ચ ૨૦૨૪ સુધી ત્રણ ચરણમાં લાગુ કરવામાં આવશે.

(૨) આ પ્રોજેકટ હેઠળ કોરોના વાયરસ સંક્રમિતતા અટકાવવી અને રાષ્ટ્રીય અને રાજય સ્તરે હેલ્થ સિસ્ટમને મજબૂત કરવામાં આવશે. સાથોસાથ તેમાં મેડિકલ ઉપકરણ, દવાઓની ખરીદી, લેબ બનાવવી અને બાયો-સિકયુરિટી તૈયારીઓ સહિત નિરીક્ષણ પ્રવૃત્તિઓને મજબૂત કરવાનું સામેલ છે.

(૩) આ સકર્યૂલર દેશના તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને હેલ્થ કમિશ્નરોને મોકલવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક ફંડ આપવામાં આવી રહ્યું છે.

(૪) પહેલા ચરણ હેઠળ લાગુ કરવાની મુખ્ય પ્રવૃત્તિઓમાં કોવિડ-૧૯ હોસ્પિટલ વધારવી અને અન્ય હોસ્પિટલોનો વિકાસ કરવાનો છે. સાથોસાથ આઇસોલેશન રૂમ, વેન્ટિલેટરની સાથે આઈસીયૂ, હોસ્પિટલોમાં ઓકિસજન સપ્લાય, હોસ્પિટલોમાં લેબને વ્યવસ્થિત કરવામાં આવશે.

(૫) પહેલા ચરણમાં લેબ એન એમ્બ્યૂલન્સ પણ વધારવામાં આવશે. રિપોર્ટ મુજબ, કેન્દ્રીય પેકેજથી રાજયમાં સુરક્ષા ઉપકરણ (PPE), N-95  માસ્ક અને વેન્ટિલેટર ખરીદવામાં સહાયતા કરવામાં આવશે, જે ભારત સરકાર દ્વારા ખરીદીની આપૂર્તિ કરવામાં આવી રહી છે.

(3:51 pm IST)