મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

દેશમાં કોરોનાના કેસ ૬૦૦૦ને પારઃ મૃત્યુઆંક ૨૦૨

ઓડિશામાં લોકડાઉન લંબાવાયું: એમપીમાં ડોકટરનું મોતઃ ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, પંજાબમાં એક-એક મોત : મહારાષ્ટ્રમાં ૧૬૨, રાજસ્થાનમાં ૩૦, ગુજરાતમાં ૫૫, બિહારમાં ૧૨ કલાકમાં ૧૨ નવા કેસ નોંધાયાઃ આજે ૩૧૯ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી,તા.૯: કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા ૬ હજારને પાર થઇ ગઇ છે. આજે ૩૧૯ રીપોર્ટ પોઝીટીવ આવ્યા છેે.તેમાંથી ગુજરાતમાં ૫૫, રાજસ્થાનમાં ૩૦, ઉત્તરપ્રદેશમાં ૧૮, મધ્યપ્રદેશમાં ૧૪ અને બિહારમાં ૧૧ દર્દીઓ નોંધાયા.આ ઉપરાંત કર્ણાટકમાં ૧૧, ઝારખંડમાં ૯, પંજાબમાં ૮, મધ્યપ્રદેશમાં ૫, પશ્ચિમ બંગાળમાં ૪, ઓડિશામાં ૨, જ્યારે હરિયાણા હિમાચલ પ્રદેશ અને છતીસગઠમાં ૧-૧ કેસ સામે આવ્યા બીજી બાજુ તેમાંથી ૪૭૨ દર્દીઓની સ્વસ્થ થયા છે. તેમજ ૨૦૨ના મોત થયા છે.

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે લોકડાઉનનો સમયગાળો વધવાનું શરૂ થઇ ગયું છે. ભારતમાં સૌપ્રથમ ઓડિશાએ ૩૦ એપ્રિલ સુધી લોકડાઉન વધારી દીધુ તેમજ ટ્રેન અને હવાઇ સેવા પણ શરૂ કરવામાં આવશે નહિ. મહારાષ્ટ્ર માં સૌથી વધુ ૧૨૯૭ કોરોનાના કેસ રહેલા છે. મધ્યપ્રદેશમાં આજે ડોકટરનું મોત થયું છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં ૨૮ના મોત કોરોનાગ્રસ્ત થયા છે. તેમજ એકલા ઇન્દોરમાં ૨૧૩ કેસ નોંધાયા છે. ડોકટરના મોતથી સંપૂર્ણ રાજ્યમાં હાહાકાર મચી ગયો છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ૧૨ કલાકની અંદર ૧૬૨ નવા કેસ નોંધાયા છે. તેમાં એકલા મુંબઇમાં ૧૪૩ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના દર્દીની સંખ્યા ૧૨૯૭એ પહોંચી છે. ગુજરાતમાં કોરોનાના ૫૫ નવા કેસ સામે આવ્યા છે. તેમાં અમદાવાદમાં જ ૫૦ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. યુપીમાં કોરોનાના ૨૭ નવા કેસ સામે આવ્યા હતા. દર્દીઓનો આંકડો ૩૫૦ને પાર થયો છે.

બિહારમાં ચાર નવા કેસ નોંધાયા છે. હવે બિહારમાં દર્દીઓની સંખ્યા ૪૩ થઇ ગઇ છે. રાજસ્થાનમાં કોરોનાના ૩૦ નવા કેસ સામે આવ્યા છે. જમ્મુ -કાશ્મીરમાં ઉધનપુરમાં એકનું મોત થયું છે. હવે ચાર રાજ્યમાં ૪ના મોત થયા છે.

પંજાબ ઉપરાંત ઝારખંડમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આજે નવા કેસ નોંધાયા છે. તેમાંથી ૫ નવા કેસ રાંચીમા અને ચાર નવા કેસ વોકારોમાં સામે આવ્યા છે. હવે ઝારખંડમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૩ થઇ ગઇ છે. પંજાબમાં કોરોનાના ૧૬ નવા કેસ સામે આવ્યા છે. હવે કુલ પોઝીટીવ કેસ ૧૧૬ થઇ ગઇ છે. પંજાબમાં મૃત્યુઆંક ૯ને આંબી ગયો છે.

(3:37 pm IST)