મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

કોરોનાના કહેરને પગલે ઓરિસ્સામાં લોકડાઉનની 30 એપ્રિલ સુધી લંબાવાયું કેબિનેટ બેઠકમાં નિર્ણય

લોકડાઉન લંબાવનાર ઓરિસ્સા પ્રથમ રાજ્ય બન્યું

  નવી દિલ્હી :  લોકડાઉનની મર્યાદા પુર થવાને 6 દિવસ બાકી છે. ઓરિસ્સામાં લોકડાઉનની મર્યાદા વધારી દેવામાં આવી છે. અહીં 30 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. આ કામ કરનારું આ પહેલું રાજ્ય બન્યું છે. જેમાં લોકડાઉનની મર્યાદા વધારવામાં આવી છે.

કોરોના વાયરસને રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. જે પુરુ થવામાં 6 દિવસ બાકી છે. ત્યાં ઓરિસ્સાએ મહત્વનો નિર્ણય લીધો છે. આ રાજ્યની સરકારે મર્યાદા વધારીને 30 એપ્રિલ કરી નાંખી છે

(1:28 pm IST)