મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

સપ્ટેમ્બરના રિટર્નમાં વેપારીઓએ છેલ્લા ૭ મહિનામાં લીધેલી ક્રેડિટનો હિસાબ થશે

સાત મહિના બાદ વેપારીએ વધુ લીધેલી ક્રેડિટ પરત કરવી પડશે : ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધી વેપારીઓ ઇન્વોઇસના આધારે ક્રેડિટ લઇ શકશે

મુંબઇ તા. ૯: ફેબ્રુઆરી ઓગસ્ટ મહિના સુધી વેપારીઓને તમામ ક્રેડિટ મજરે તો મળશે પરંતુ સપ્ટેમ્બર માસમાં જયારે રિટર્ન ભરવામાં આવે તો તે રિટર્નમાં છેલ્લા સાત મહિનાથી લીધેલી વધઘટ ક્રેડિટનો હિસાબ રજૂ કરવાનો રહેશે. તેમાં વધુ ક્રેડિટ લીધી હોય તો વેપારીએ તેને રિવર્સ કરવાની રહેશે અને ઓછી લીધી હશે તો વેપારીને તે ક્રેડિટ પરત આપવામાં આવશે. જયારે વેપારીઓના હિતમાં વધુ ક્રેડિટો લીધી હશે તો તેનું વ્યાજ પણ વેપારીઓએ ચૂકવવું નહીં પડે તે પ્રમાણેનો નિર્ણય જીએસટી કાઉન્સિલમાં લેવામાં આવ્યો છે.

આ અંગે સીએ મુકુંદ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા સાત મહિનામાં વેપારીઓ રિટર્નમાં ઇન્વોઇસ દર્શાવીને પણ ક્રેડિટનો લાભ લઇ શકશે. આ ઉપરાંત પહેલા ૧૦ ટકા જ ક્રેડિટ આપવામાં આવતી હતી તેના બદલે આગામી સાત મહિના સુધી તમામ ક્રેડિટનો લાભ વેપારીને મળવાનો છે. જોકે ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધીના સાત મહિના પૂરા થયા બાદ વેપારીએ જમા લીધેલી ક્રેડિટનો હિસાબ સપ્ટેમ્બર માસના રિટર્નમાં રજૂ કરવાનો રહેશે.

તેમાં વેપારીએ જાતે જ સાત મહિના સુધી ક્રેડિટ લીધી હશે તો તેને પરત કરવાની રહેશે. જયારે ઓછી લીધી હશે તો સિસ્ટમ દ્વારા જ તેની ગણતરી કરીને વેપારીના ખાતામાં તે ક્રેડિટ જમા આપી દેવામાં આવશે. આ ઉપરાંત વેપારીએ વધુ લીધેલી ક્રેડિટનું વ્યાજ પણ સરકાર દ્વારા વસૂલ કરવામાં નહીં આવે તો પ્રમાણેનો નિર્ણય કોરોના વાયરસને કારણે આવી પડેલી સ્થિતિમાં લીધો છે.

આ નિર્ણય લેવા પાછળ બીજુુઁં એક કારણ એવું છે કે લોકડાઉન બાદ શરૂ થનારા વેપારને પણ પાટે ચડાવછવામાં બેથી ત્રણ મહિનાનો સમય થવાનો છે તે સમયગાળા દરમિયાન વેપારી પાસે રોકડથી પણ અછત રહેવાની પૂરેપૂરી શકયતા રહેલી છે. તેના કારણે વેપારીએ રિટર્ન ભરતી વખતે જીએસટીની રકમ વધુ ભરવીન હીં પડે તેને ધ્યાને રાખીને જીએસટી કાઉન્સિલે આ નિર્ણય કરતા વેપારીઓને ૭ મહિના સુધી રાહત મળવાની છે.

(1:11 pm IST)