મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પ સામે ટક્કર લેવા જો બિડન માટે માર્ગ મોકળો : ડેમોક્રેટ પ્રતિસ્પર્ધી બર્ની સેન્ડર્સે ઉમેદવારી પછી ખેંચી લીધી

વોશિંગટન : અમેરિકામાં 2020 ના નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપવા પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ તથા ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન માટે માર્ગ મોકળો થઇ ગયો છે.તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી બર્ની સેન્ડર્સે ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે.
ઉલ્લેખનીય છે કે સેન્ડર્સને ભારત વિરોધી ગણવામાં આવતા હતા તેથી ભારતીયો માટે જો બિડનની જીત મહત્વની ગણાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:02 pm IST)