મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

મ.પ્ર.માં ૨ આઈએએસ સહિત અનેક અધિકારી કોરોનાની ઝપટે

વધુ અધિકારીઓ સંક્રમિત થશે તો પ્લાન - બી મુજબ બી ગ્રેડના અધિકારીઓને કામે લગાડાશે : કોરોનાગ્રસ્ત ટોચના અધિકારીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજેલ, જેમાં અનેક અધિકારી અને દવા - તબીબી સાધનોના વિક્રેતા સંપર્કમાં આવેલ

મુંબઈ, તા. ૯ : તમામ સંભવિત તબીબીઅને ક્લિનિકલ પગલાંઓ લેવાછતાં મ.પ્ર.માં કોરોના વાયરસઝડપથી ફેલાઇ રહ્યો છે. ગઈકાલ રાત સુધીમાં એકલા ભોપાલમાંજ ૨૨ નવા પોઝિટીવ કેસ સામેઆવ્યાં છે. તેમાં આરોગ્યવિભાગના ૧૬ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ સાથેમ.પ્ર.માં કોરોનાના કુલદર્દીઓની સંખ્યા ૨૬૩ પરપહોંચી છે.સોમવારે એક વખોડવાયોગ્ય ઘટનામાં કેટલાક લોકોએ ભોપાલમાં પોલીસ પર હુમલોકર્યો હતો.

પોલીસે તેમને ઘરેજવા અને લોકડાઉનનો ભંગનહીં કરવા જણાવ્યું હતું. ઇંદોરબાદ ભોપાલમાં સ્થિતિ ગંભીર  બનતા સરકારને સંપૂર્ણ શટડાઉનજાહેર કરવાની ફરજ પડી છે. સરકારે અનેક કડક પગલાં લેવાછતાં હેલ્થ વિભાગના અનેકકર્મચારીઓ કોવિડ-૧૯નો ભોગબનતા સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.બે આઇએએસ અધિકારીઓ સહિત હેલ્થ વિભાગના અનેકઅધિકારીઓનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જો કોઇ અધિકારીસંક્રમિત બનશે તો સરકારેવરિષ્ઠ અધિકારીઓની એકબીજી યાદી તૈયાર રાખી છે કેજેથી તેઓ કોરોના સામેની કાર્યવાહીમાં જોડાઇ શકે. આપ્લાન-બી જરુરી બનશે કારણકે જે એક અધિકારીનો ટેસ્ટપોઝિટીવ આવ્યો છે તેમણે એકઉચ્ચસ્તરીય બેઠક યોજી હતીઅને તેઓ સેંકડો સરકારી અધિકારીઓ અને દવાઓ તેમજ તબીબી ઉપકરણના વિક્રેતાઓના સંપર્કમાં આવ્યાહતા.

પ્રોટોકલ પ્રમાણે અનેકઆઇએએસ અધિકારીઓ તેમજતેમની સાથે કામ કરતાકર્મચારીઓના સેમ્પલ ટેસ્ટ માટેમોકલવામાં આવ્યાં છે. અન્યવિભાગોના સંખ્યાબંધ વરિષ્ઠઅધિકારીઓ પોતાના ઘરમાં જઆઇસોલેશનમાં છે. સીએમહાઉસ અને રાજભવન પણક્વોરોન્ટાઇન ઝોનમાં આવે છે.

(11:31 am IST)