મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

દેશમાં 14 એપ્રિલ પછી ૭ દિવસ લોકડાઉન વધશે

નવી દિલ્હી : ટોચના આધારભૂત વર્તુળો જણાવે છે કે દેશમાં હાલ તૂર્ત સાત દિવસ માટે લોકડાઉન વધારવામાં આવે આવે તેવી પૂરી સંભાવના છે. જો કે અંતિમ નિર્ણય નરેન્દ્રભાઈ દેશના મુખ્યમંત્રીઓ સાથેની ૧૧ એપ્રિલની વિડિઓ કોન્ફરન્સ પછી લેશે તેમ સમજાય છે.

 કોરોના સામે સાવચેતી રાખવા આરોગ્ય સેતુ એપ ઉતારી લેવા નરેન્દ્રભાઈએ દેશવાસીઓને અપીલ કરી છે.

(12:00 am IST)