ઇન્ડિયન અમેરિકન સુશ્રી ઇન્દ્રા નૂઇ, મિશેલ ઓબામા સહિત નવ મહિલાઓની ' હોલ ઓફ ફેમ ' માટે પસંદગી
વોશિંગટન : પેપ્સિકોના પૂર્વ સી.ઈ.ઓ. સુશ્રી ઇન્દ્રા નુઈ ,અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામા , તથા ફૂટબોલર મિયા હેમ સહિત નવ મહિલાઓની ' હોલ ઓફ ફેમ ' માટે પસંદગી કરવામાં આવી છે.તથા આ સન્માન આપવામાં આવ્યું છે. સેનેકા ફોલ્સમાં આયોજિત કાર્યક્રમમાં આ મહિલાઓને રાષ્ટ્રીય મહિલા હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવશે. જ્યાં પ્રથમ મહિલા અધિકાર સંમેલન યોજાયું હતું.
' હોલ ઓફ ફેમ ' માટે પસંદ થયેલ મહિલાઓમાં ભારતીય અમેરિકન નૂઇ, યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ અને હમ ઉપરાંત ઇરાકમાં તહેનાત પ્રથમ મહિલા કમાન્ડિંગ જનરલ, નિવૃત્ત બ્રિગેડિયર જનરલ રેબેકા હલસ્ટેડ, મોડી નાસાના ગણિતશાસ્ત્રી કેથરિન જહોનસન, કલાકાર જોય હાર્જો, મહિલા દિવંગત લેખિકા અક્ટાવિયા બકટર , અને કલાકાર જુડી શિકાગો, નો સમાવેશ થાય છે . તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.