મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણીલક્ષી બોન્ડ્સ અટકાવી દેવા જરૂરી : ચૂંટણી પૂર્વે ચૂંટણી બોન્ડ્સના વેચાણથી રાજકીય પક્ષોના ગેરકાયદેસર ભંડોળમાં વધારો થશે : અરજી તાકીદે હાથ ધરવા NGO ની સુપ્રીમ કોર્ટને વિનંતી

ન્યુદિલ્હી : પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તેવા સંજોગોમાં ચૂંટણી બોન્ડના વેચાણ પર પ્રતિબંધ મૂકવા વચગાળાના આદેશ માટે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)  એનજીઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી છે. જે તાકીદે હાથ ધરવા સુપ્રીમ કોર્ટને  વિનંતી કરી છે.

પિટિશનમાં જણાવાયા મુજબ ચૂંટણી પૂર્વે ચૂંટણી બોન્ડ્સના વેચાણથી શેલ કંપનીઓ દ્વારા રાજકીય પક્ષોના ગેરકાયદેસર ભંડોળમાં વધારો થશે .

એનજીઓએ ટોચની અદાલતને માહિતી આપી હતી  કે આ કેસની છેલ્લી સુનાવણી જાન્યુઆરી, 2020 માં કરવામાં આવી હતી અને 27 ડિસેમ્બર, 2020 ના રોજ આવી જ અરજી કરવામાં આવી હતી, ત્યારબાદ પણ કેસની તાકીદે સુનાવણીની માંગ કરી હતી, પરંતુ હજુ સુધી સુનાવણી હાથ ધરાઈ નથી .

ઉલ્લેખનીય છે કે બોન્ડ્સ જે જુદી જુદી રકમના હોય છે  તે ખાસ કરીને રાજકીય પક્ષોને ફાળો આપવાના  હેતુ માટે જારી કરવામાં આવે છે .જે પ્રોમિસરી નોટ અથવા બેરર બોન્ડ સમાન છે. જે મુજબ ફાઇનાન્સ એક્ટ, 2017 હેઠળ ચૂંટણીના ભંડોળ માટે કોઈપણ અનુસૂચિત બેંક દ્વારા જારી કરવામાં આવે છે.તે રાજ્યસભામાં પાસ કરવા તે સમયે અરજી કરાઈ હતી.પરંતુ તેનો અમલ કરાયો નહોતો.કારણકે તે સમયે રાજ્યસભામાં ભાજપ સરકારની બહુમતી નહોતી.

 ચૂંટણી પંચે પણ કેન્દ્ર સરકારના નિર્ણયનો  વિરોધ કર્યો હતો.તથા જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડ્સની યોજના રાજકીય ભંડોળની પારદર્શિતાને અસર કરશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:36 pm IST)