મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

મોહન ડેલકર સુસાઇડ કેસ ની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર SIT ની રચના કરશે : ગૃહમંત્રીની જાહેરાત

દાનહ ના સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર SITની રચના કરશે. વિધાનસભામાં આજે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ માટે SITની રચના કરવા અંગે ની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું, મોહન ડેલકરે પોતાની સુસાઈડ નોટમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલનું દબાણ છે.
સાથે જ ગૃહમંત્રી દેશમુખે કહ્યું કે, સુસાઈડ નોટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે પ્રફુલ પટેલ તરફથી તેમનું સામાજિક જીવન ખતમ કરવાની ધમકી મળતી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, મોહન ડેલકરે 22 ફેબ્રુઆરીના મુંબઈની એક હોટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી અને સુસાઇડ નોટ લખી તેમાં પોતાને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો ઉલ્લેખ કરી તેમાં જવાબદાર લોકો ના નામો લખ્યા હોવાની વાતે ભારે સનસનાટી મચાવી છે. દાનહ માં મોહન ડેલકર એક મજબૂત નેતા હતા અને આદિવાસી સમાજમાં ખુબજ લોકપ્રિય નેતા હતા તેઓ એ આત્મહત્યા કરી લેતા આદિવાસી પટ્ટીમાં ખુબજ આક્રોશ જોવા મળી રહ્યો છે અને મોહન ડેલકર ને આત્મહત્યા કરવાની ફરજ પાડનારાઓને કડક સજાની માંગ કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર આ કેસ માં નિષ્પક્ષ તપાસ માટે SIT ની રચના કરવામા આવી છે.

(8:32 pm IST)