મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

કોંગ્રેસમાં હતો ત્યારે ચિંતા કરી હોત તો વધુ સારૂ હતું : બીજેપી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા

રાહુલ ગાંધીના નિવેદન પર બીજેપી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાનો પલટવાર : ભાજપમાં જોડાયા બાદથી બીજેપી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાહુલ ગાંધી એક-બીજાની સામે ખુલીને બોલવાથી બચતા હતા

નવી દિલ્હી, તા. : કોંગ્રેસને રામ રામ કહીને ભાજપનો ખેસ પહેરનાર જ્યોતિરાદિત્ય સિંધિયા રાહુલ ગાંધીના સામે ખુલ્લીને આવી ગયા છે. રાહુલ ગાંધીના નિવેદ બાદ બીજેપી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના જુના સાથીને જવાબ આપતા કહ્યું કે,રાહુલજી આટલી ચિંતા ત્યારે કરી હોતી જ્યારે હું કોંગ્રેસમાં હતો.

ગત વર્ષે ૧૦ માર્ચના રોજ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થનાર સિંધિયાની ગણતરી રાહુલ ગાંધીની નજીકના નેતાઓમાં થાય છે. સિંધિયા જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા ત્યારથી લઇ એક વર્ષ સુધી બંને નેતાઓ એક-બીજાની સામે ખુલ્લીને બોલવાથી બચતા નજર આવ્યાં હતા.

પરંતુ આઠમી માર્ચના રોજ રાહુલ ગાંધીનુ મોટું નિવેદન સામે આવ્યું હતી જેમા તેમણે કહ્યું જ્યોતિરાદિત્ય સિંધિયાએ અલગ માર્ગ પસંદ ના કર્યો હોત તો તેઓ મુખ્યમંત્રી ચોક્કસ હોત. રાહુલ ગાંધીએ કહ્યું કે, સિંધિયા કોંગ્રેસમાં રહીને મુખ્યમંત્રી બની શકતા હતા પરંતુ ભાજપમાં ગયા. હવે સિંધિયા ભાજપમાં બેકબેંચર બની ગયા છે.

(7:32 pm IST)