મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

વ્યક્તિગત ખાતામાંથી લખેલા ચેકની રકમમાંથી સંયુક્ત ઋણ વસૂલી શકાય નહીં : નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ સંયુક્ત ખાતાના ચેકમાંથી જ સંયુક્ત ઋણ વસૂલી શકાય : સુપ્રીમ કોર્ટની ખંડપીઠનો ચુકાદો

ન્યુદિલ્હી :  તાજેતરમાં સુપ્રીમ કોર્ટએ આપેલા એક ચુકાદામાં જણાવ્યું હતું કે વ્યક્તિગત ખાતામાંથી લખેલા ચેકની રકમમાંથી  સંયુક્ત ઋણ વસૂલી શકાય નહીં . નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138  હેઠળ સંયુક્ત ખાતાના ચેકમાંથી જ સંયુક્ત ઋણ વસૂલી શકાય .

કોર્ટે નોંધ્યું હતું કે વ્યક્તિ દેવું ચૂકવવા માટે સંયુક્ત રીતે જવાબદાર હોઇ શકે, પરંતુ જો બેંક ખાતું સંયુક્ત ન હોય તો વ્યક્તિગત ખાતા ઉપર  કાર્યવાહી કરી શકાતી નથી.

નામદાર કોર્ટ સમક્ષ રજુ થયેલા કેસ મુજબ  ફરિયાદી, વકીલે દંપતી પાસેથી પોતાની કાયદેસરની ફી વસુલ કરવા માટે પતિના ખાતામાંથી ચેક મેળવ્યો હતો.જે ખાતું વ્યક્તિગત એટલે કે સિંગલ હતું.તેમાંથી લખાયેલો ચેક બાઉન્સ થતા તેણે પતિ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેના અનુસંધાને જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને એમઆર શાહની બનેલી બેંચે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.તેવું બી.એન્ડ બી. દ્વારા જાણવા  મળે છે. 

(6:55 pm IST)